May 25th 2016

અંતરનો અવાજ

.              .અંતરનો અવાજ

તાઃ૨૫/૫/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમકૃપા જીવને,પાવનકર્મથી મળી જાય
અંતરને મળેલ નિખાલસરાહ,નિર્મળ ભક્તિએજ મેળવાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને અનંત શાંન્તિ દઇ જાય
ના મોહની કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ અભિમાન અથડાય
અંતરનો અવાજ એજ કર્મનો સંબંધ,જે જીવને સ્પર્શી જાય
નાકળીયુગ નાસતયુગ સ્પર્શે જીવને,જન્મસાર્થક થઈ જાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
સંત જલાસાંઇની પવિત્રરાહ પકડતા,અનેક જીવોખુશથાય
આવી આંગણે નિખાલસ પ્રેમ મળતા,પવિત્રરાહ મળી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલે જીવના,જ્યાં અંતરમાં આનંદ થાય
શ્રધ્ધાની નિર્મળરાહે જીવતા,જન્મમરણના બંધનછુટીજાય
…………એજ અંતરનો અવાજ જગતમાં ,જે કોઇનેય ના સંભળાય.

=======================================