May 26th 2016

તાલી પાડી

.              .તાલી પાડી

તાઃ૨૬/૫/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલી પાડતા તાલ મળે,જે કાન થકી જ મળી જાય
મનને શાંન્તિ પ્રેમ મળે,જે અનંત આનંદ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
સરળ તાળી પડે હાથથી,ત્યાં કાનથી પ્રેરણા થાય
નિર્મળતાથી પડેલ તાળી,જીવ ભક્તિભાવે દોરાય
મનથી સ્મરણ કરતા જલાસાંઇનુ,પુંજન પ્રેમેથાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં નિર્મળ તાલી પડાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
તાલીઓના  તાલે ગરબે ઘુમતા,માતાની કૃપા થાય
અનંતપ્રેમની વર્ષાથાય,જે નિર્મળભક્તિ આપી જાય
પ્રેમ નિખાલસ રાખીને જીવતા,જીવ સત માર્ગે દોરાય
પરમપ્રેમની એકજ તાળી,જીવને ભક્તિરાહ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.

***********************************************

May 26th 2016

મળતો પ્રેમ

.                  .મળતો પ્રેમ

તાઃ૨૬/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ પ્રેમને ના માપી શકે કોઇ,ના  અપેક્ષાએ મેળવાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
પડે જીવ પર પરમાત્માની દ્રષ્ટિ,જે અનુભવથી સમજાય
ના ખોટી લાગણી અડે જીવને,જ્યાં પવિત્રકર્મને સચવાય
સમયની સાચી કેડી મળતા,સાચા સંતની કૃપા મળી જાય
અંતરને ના આંબે કોઇ જગતમાં,જે સાચી શ્રધ્ધાએ દેખાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
નિર્મળ ભાવનાએ જીવનજીવતા,નાકદી અશાંન્તિ મેળવાય
પળે પળને સમજીને ચાલતા,આ  મળેલ જીવન મહેંકી જાય
કુદરતની કૃપા મળે જીવને,જ્યાં માનવ જીવનને સમજાય
ના અપેક્ષા કોઇ કદી રહે જીવનમાં,જે જન્મ સફળ કરી જાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.

=++++++++++++++++++++++++++++++++++++=