September 27th 2014

અજવાળી રાત્રી

Garaba

 

 

 

 

 

 

 

 

.                . અજવાળી રાત્રી

તાઃ૨૭/૯/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આસો માસની અજવાળી રાત્રીએ,નવરાત્રી શરૂ થઇ જાય
શ્રધ્ધા રાખી ગરબે ઘુમતા,માતાની અનંતકૃપા થઈ જાય
.                 ………………..આસો માસની અજવાળી રાત્રીએ.
માડી તારા ગરબે ઘુમીને ભક્તો,અનંત શ્રધ્ધાએ ભજી જાય
પ્રેમનીપાવનકેડી મેળવી ભક્તિએ,જીવ શાંન્તિએ હરખાય
કૃપામળે મા તારીજીવોને,જે ભક્તિની સાચીરાહઆપી જાય
નિર્મળતાનોસંગ મળતા જીવને,પાવનકર્મ જીવનમાં થાય
.               ………………… આસો માસની અજવાળી રાત્રીએ.
મળે ના માયા ના મોહ જીવને,ભક્તિની રાહે જ છટકી જાય
અખંડકૃપા માતાની મળતા,માનવજીવન સાર્થક થઇ જાય
અનેક માતાની અસીમકૃપાએ,મળેલ જન્મ સફળ થઈ જાય
જન્મમરણના બંધન છુટે જીવને,નવરાત્રીએ કૃપા મળી જાય
.               ………………….આસો માસની અજવાળી રાત્રીએ.

*************************************************

September 26th 2014

માનવ અપેક્ષા

.                      .માનવ અપેક્ષા

તાઃ૨૭/૯/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત અપેક્ષા રાખતો માનવી,મુંઝવણો મેળવતો જાય
કઇઅપેક્ષા ક્યારે મળશે,એ આશાએ જીવન જકડાઇ જાય
.               ………………….અનંત અપેક્ષા રાખતો માનવી.
નિર્મળતાનો નાસંગ મળે,જ્યાં કળીયુગની અસર થઈ જાય
માનવતાની મહેંક ના પ્રસરે,ત્યાં આધી વ્યાધી આવી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા,જ્યાં શ્રધ્ધા  ને સબુરી  સચવાય
આવીમળે પ્રેમજલાસાંઇનો,ત્યાં કળીયુગીસાંકળ ભાગીજાય
.           ……………………..અનંત અપેક્ષા રાખતો માનવી.
કર્મબંધન  છે જીવનાસંબંધ,ના અવનીપર કોઇથી છટકાય
ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
પ્રેમની વર્ષા પામી જીવતા,જીવને સદમાર્ગનો સંબંધ થાય
મળે પ્રેમ જગતમાં જીવને,ના માનવ અપેક્ષા કોઇજ રખાય
.              …………………….અનંત અપેક્ષા રાખતો માનવી.

++++++++++++++++++++++++++++++++++

September 24th 2014

ખોડીયાર માતા

khodiyarmata

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                .ખોડીયાર માતા

તાઃ૯/૮/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમ કૃપાએ,જીવને સાચી ભક્તિ મળી જાય
વંદન કરી ખોડીયાર માતાને,માડી તારા ગરબાઓ ગવાય
.                           …………………માડી તારી અસીમ કૃપાએ.
અખંડ પ્રેમની કૃપા મળેમા,તારા દર્શન કરવા આવ્યો આજ
ગરબે ઘુમી તાળી પાડતા,જીવને અનંત આનંદ મળી જાય
નવરાત્રીની પવિત્ર રાહે,માડી તારા પ્રેમે ગરબાઓ ગવાય
અજબકૃપા મા તારી મળતાજ,મળેલ જન્મસફળ થઈ જાય
.                       ……………………માડી તારી અસીમ કૃપાએ.
આરતી અર્ચન પુંજન કરતાં,ઘરમાં મા તારા પગલા પડી જાય
અનંતપ્રેમ મળતા મા તારો,આવતી આધી વ્યાધી ભાગી જાય
સુખ શાંન્તિનો સાગર મળતાં,માડી મારૂ જીવન ઉજ્વળ થાય
પ્રદીપ રમા પર માતારી કૃપા થતા,તારા ચરણનો સ્પર્શ થાય
.                     ……………………..માડી તારી અસીમ કૃપાએ.

———————————————————————-

 

September 24th 2014

કલમપ્રેમી

                               શ્રી બળવંતભાઇ જાની 

Balvantbhai    Jani

 

 

 

 

.                                            .કલમપ્રેમી

 તાઃ૨૫/૯/૨૦૧૪                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન આવ્યા પ્રેમ લઇને,ત્યાં મળી ગયા સૌ સરસ્વતી સંતાન
ઉજ્વળ કલમની કેડીએ,માતાની કૃપાએ મેળવી લીધા સન્માન
………..એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજે પામી પ્રેમ હરખાય.
ભણતરની પવિત્રકેડી દીધી વિધ્યાર્થીને,ત્યાં એ પ્રોફેસર કહેવાય
આંગળી ચીંધી ઉજ્વળરાહની,જ્યાં તેમને કલમનીકેડી મળીજાય
ઉજ્વળ રાહ મળી કૃપાએ,જ્યાં માતા સરસ્વતીથી રાહ મેળવાય
કલમપ્રેમીની શાન તમે છો,જગતના ગુજરાતીઓને આનંદ થાય
………..એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજે પામી પ્રેમ હરખાય.
સાચી રાહ મળી અવનીએ,એજ તો માતાની પરમ કૃપા કહેવાય
નિર્મળજીવન જીવતાગુજરાતીઓ,હ્યુસ્ટનમાં કલમકેડીએ હરખાય
આવી મળ્યા શ્રી બળવંતભાઇ,કલમપ્રેમીઓની આંખો ભીની થાય
સ્નેહાળ લાગણી ને પ્રેમની વર્ષાએ,આવેલ અતિથીને આનંદ થાય
…………એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજેપામી પ્રેમ હરખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
.                   .                                            . કલમજગતમાં જેમણે પ્રેમીઓને સાચી રાહ આપી અને જગતમાં ગુજરાતી ભાષાને
માતા સરસ્વતીની અસીમકૃપાએ વર્ષો સુધી આંગણી ચીંધી એવા સાચા રાહ દર્શક શ્રી બળવેતભાઇ
જાની આજે હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી  પધાર્યા છે તે તેમના અનંતપ્રેમને યાદ રાખવા
માતાની કૃપાએ લખાયેલ આ કાવ્ય તેમને યાદગીરી રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓના જય જલારામ.                     તાઃ૨૫/૯/૨૦૧૪.

September 19th 2014

જન્મદીનની શુભેચ્છા

.                    .જન્મદીનની શુભેચ્છા

તાઃ૨૦/૯/૨૦૧૪                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુબેનના જીવનસંગાથી,ને કૈલાસબેનના વ્હાલા જમાઇ કહેવાય
એવા પ્રેમી અલ્કેશકુમારનો,આજે પચાસમો જન્મ દીવસ ઉજવાય
.                                   ………………….અનુબેનના જીવનસંગાથી.
મળ્યો પ્રેમ માતા કોકીલાબેનનો,ને પિતા ચંન્દ્રકાન્તભાઇથી સંસ્કાર
ઉજ્વળ જીવનની રાહ મેળવી ભણતરથી,એ તો લાયકાતેજ દેખાય
બન્યા એ જીવનસાથી અનુબેનના,ત્યાં જશભાઇને સસરા કહેવાય
સાળા નિતીનભાઇ હરખાય,સંગે ભુમીભાભીને અનંત આનંદ થાય
.                                  ……………………અનુબેનના જીવનસંગાથી.
પુત્ર અદીતને આનંદ અનેરો,પપ્પાનો આજે જન્મદીવસ ઉજવાય
પુત્રી આર્યાનાતો દોડતી આવી,પપ્પાને પ્રેમે ચુંબન પણ કરી જાય
આશિર્વાદ અંતરથી આપવા,આજે તો પ્રદીપ રમા સંગે આવી જાય
સંતજલાસાંઇની પરમકૃપા મળે અલ્કેશકુમારને,એજ પ્રાર્થના થાય
.                                   ………………….અનુબેનના જીવનસંગાથી.

==============================================
.          .પુજ્ય કૈલાસબેન અને શ્રી જશભાઇના જમાઇ શ્રી અલ્કેશકુમારની આજે પચાસમી
જન્મદીનની ઉજવણીએ પરમકૃપાળુ સંતજલાસાંઇને પ્રાર્થના કરીએ કે તેમને જીવનમાં તન,
મન અને ધનથી પરમાત્મા શાંન્તિ આપે અને ભક્તિ અને સંસ્કાર સાચવી ઉજ્વળ જીવન રહે
તેજ અમારી  શુભેચ્છા.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા,રવિ,હિમા,દીપલ,નિશીતકુમારના જય જલારામ.

September 19th 2014

શ્રી નરેન્દ્રભાઇનો જન્મદીવસ

.               .શ્રી નરેન્દ્રભાઇનો જન્મદીવસ 

Narendra with Mom  Narendra with Mom

 

 

 

 

.      ભારતના વડાપ્રધાન અને ગુજરાતનુ ગૌરવ

તાઃ૧૭/૯/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ પકડી,જ્યાં મળ્યા માતાના આશિર્વાદ
પ્રેમ ભાવના પકડી સમાજથી,જ્યાં નિખાલસ જીવન જીવાય
.                       ……………………ઉજ્વળ જીવનની રાહ પકડી.
માનવતાની મહેંક પ્રસરાવી,ગુજરાતના બની ગયાએ પ્રાણ
સરળ જીવનની કેડી મળી કૃપાએ,જ્યાં માતાનો પ્રેમ લેવાય
લાગણીમોહને મુકીને માળીયે,અનેક જીવોને દીધો છે સંગાથ
ગુજરાતીઓનુ એ ગૌરવ છે,જે શ્રી  નરેન્દ્રભાઇ મોદી કહેવાય
.                    …………………….. ઉજ્વળ જીવનની રાહ પકડી.
માતા હીરાબાનો પ્રેમ લઈને,આશિર્વાદની ગંગા મેળવી જાય
જન્મદીને પગે લાગવા માતાને,ગુજરાતમાં એ આવીજ જાય
સંત જલાસાંઇની અસીમકૃપા છે,જે તેમની લાયકાતે દેખાય
જન્મ સફળ કરી જીવી રહ્યા છે,એજ નરેન્દ્રભાઇ મોદી કહેવાય
.                     ……………………..ઉજ્વળ જીવનની રાહ પકડી.
++++++++++++++++++++++++++++++++++++++++++
.       .આજે ભારતના વડાપ્રધાન અને ગુજરાતનુ એ સન્માન એવા શ્રી નરેન્દ્રભાઇ
મોદીનો  જન્મદીવસ છે તેની યાદ રૂપે હ્યુસ્ટનમાં વસતા ગુજરાતી કલમપ્રેમીઓ
અને શ્રીમતી લક્ષ્મીબા ઠક્કર તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી યાદ.  ૧૭/૯/૨૦૧૪.
================================================

 

September 19th 2014

કાયામાયા

.                      .કાયામાયા

તાઃ૧૪/૯/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન છે કાયાને,અને જીવના બંધન છે માયાથી
કાયામાયા એ અદભુત છે લીલા,એ આગમને  સમજાતી
.                     …………………..કર્મના બંધન છે કાયાને.
પરમાત્માની છે એકજ કેડી,સાચીભક્તિએ સમજાઇ જાય
કર્મ કરેલા જીવે અવનીએ,ત્યાં માગણી કોઇથી ના રખાય
જન્મમરણ છે  જીવનાબંધન,જલાસાંઇની કૃપાએ છુટાય
મળે મુક્તિમાર્ગ  જીવને,જ્યાંભોલેનાથની ભક્તિપ્રેમેથાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.
કર્મ છે માયાના બંધન,જ્યાં કળીયુગના પ્રેમને ના પરખાય
વાણી વર્તન જીવને જકડે,ના એમાંથી કોઇનાથીય છટકાય
અદભુતલીલા આવિનાશીની,એ કુદરતની કૃપાએ સમજાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.

++++++++++++++++++++++++++++++++++++

 

September 19th 2014

રાવણ

.                         .રાવણ

તાઃ૯/૯/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નમઃ શિવાયની માળા જપીને,ભોલેનાથનો પ્રેમ પામી જાય
અજબ અવતાર અવનીએ લઈને,પાવનરાહ તરછોડી જાય
.            ………………….એ નામ જગતમાં રાવણ કહેવાય.
પરમાત્માની કૃપા મેળવીને,રાજારાવણ અધર્મ પકડી જાય
માનવતાની ખોટી રાહ પકડીને,જીવોને એ દુઃખ આપી જાય
માયાની સાંકળ પકડી ચાલતાં,માતાસીતાજીને પકડી જાય
લાવી લંકામાં સીતા માતાને,દુઃખના દરીયામાં એ ફેંકી જાય
.         ……………………એ નામ જગતમાં રાવણ કહેવાય.
અધર્મની કેડીને તોડવા,પરમાત્મા રામ સ્વરૂપે આવી જાય
અજબરાહ જીવનમાં લેતા,યુધ્ધ કરવા લંકામાં આવી જાય
હનુમાનજીની અજબશક્તિએ,સાચીભક્તિજ્યોત મળીજાય
ગદા લઈ લંકામાં પહોંચતા,ત્યાં અંતે રાવણનું દહન થાય
.          ……………………એ નામ જગતમાં રાવણ કહેવાય.

==================================

 

September 19th 2014

પરમ પ્રેમ

.                          . પરમ પ્રેમ

તાઃ૯/૯/૨૦૧૪                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમની જ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવનમાં થાય
માગણી મોહની ચાદર છુટતાં,આ જન્મ સફળ થઈ જાય
.              ………………….. પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
સુખ શાંન્તિની પવિત્ર રાહે જ,સત્કર્મોની રાહ મળી જાય
નિર્મળતાનો સંગમળે જીવને,નાકળીયુગ પણ અડી જાય
આવી આંગણે રહે પ્રેમ,જીવના સંબંધને એ સાચવી જાય
અપેક્ષાની નાકેડી,જીવનમાં,સાચીભક્તિએ સમજાઈજાય
.             …………………… પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
પરમપ્રેમની જ્યોતમળે જીવને,સાચી માનવતાએ જીવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,કૃપા સંત જલાસાંઇની થઈ જાય
આવી શાંન્તિ બારણું ખખડાવે,પરમ પ્રેમ સૌનો  મળી જાય
ના અપેક્ષા રહે જીવનમાં,જ્યાં જીવ મુક્તિ માર્ગે દોરાઇ જાય
.             ……………………પરમપ્રેમની જ્યોત પ્રગટતા.
અપેક્ષાઓ  જીવનને જકડે,ત્યાં કળીયુગની હવા મળી જાય
પળે પળે મોહ મળતા જીવને,આધીવ્યાધી પણ આવીજાય
મળેજીવને રાહ સાચી,ત્યાં નિર્મળતાએ પરમાત્માને પુંજાય
અખંડ આનંદ વરસે જીવનમાં,જ્યાં પરમ પ્રેમ મળી જાય
.             …………………….પરમપ્રેમની જ્યોત પ્રગટતા.

+++++++++++++++++++++++++++++++++

 

September 19th 2014

ભક્તિ જ્યોત

 .                   .ભક્તિ જ્યોત

તાઃ૮/૯/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની મળે જીવને,ઉજ્વળ રાહ મળી જાય
પ્રેમ પારખી જીવન જીવતા,ના મોહમાયા છલકાય
.                   ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
માતાની મમતા મેળવતા,બચપણ સચવાઇ જાય
મળે પિતાનો પ્રેમ સંતાનને,ઉજ્વળરાહ મળી જાય
લાગણી મોહને દુર રાખતા,જલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનની એકજ કેડીએ,માનવતા મહેંકાય
.                     ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
અનંતકર્મની કેડી અવનીએ,પામરજીવન આપી જાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા,પરમાત્માની કૃપા મળી જાય
કર્મના બંધન જકડે જીવને,સાચી ભક્તિએજ છુટી જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જન્મ મરણને છોડીજાય
.                     …………………જ્યોત પ્રેમની મળે જીવને.

===================================

Next Page »