September 26th 2014

માનવ અપેક્ષા

.                      .માનવ અપેક્ષા

તાઃ૨૭/૯/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત અપેક્ષા રાખતો માનવી,મુંઝવણો મેળવતો જાય
કઇઅપેક્ષા ક્યારે મળશે,એ આશાએ જીવન જકડાઇ જાય
.               ………………….અનંત અપેક્ષા રાખતો માનવી.
નિર્મળતાનો નાસંગ મળે,જ્યાં કળીયુગની અસર થઈ જાય
માનવતાની મહેંક ના પ્રસરે,ત્યાં આધી વ્યાધી આવી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા,જ્યાં શ્રધ્ધા  ને સબુરી  સચવાય
આવીમળે પ્રેમજલાસાંઇનો,ત્યાં કળીયુગીસાંકળ ભાગીજાય
.           ……………………..અનંત અપેક્ષા રાખતો માનવી.
કર્મબંધન  છે જીવનાસંબંધ,ના અવનીપર કોઇથી છટકાય
ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
પ્રેમની વર્ષા પામી જીવતા,જીવને સદમાર્ગનો સંબંધ થાય
મળે પ્રેમ જગતમાં જીવને,ના માનવ અપેક્ષા કોઇજ રખાય
.              …………………….અનંત અપેક્ષા રાખતો માનવી.

++++++++++++++++++++++++++++++++++