વિરબાઇના સ્વામી
. વિરબાઇના સ્વામી
તાઃ૩૦/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનો જન્મ સાર્થક થયો,જ્યાં ઓળખ્યા અંતરયામી
જગમાં ભક્તિરાહ બતાવી,એ હતા વિરબાઇના સ્વામી
………..જીવનો જન્મ સાર્થક થયો.
સંસારની કેડી મળે જન્મસંગે,ના કોઇથીય એ અજાણી
કર્મના બંધને જગે સંબંધમળે,એ વાત સૌએ છે જાણી
કુદરતણી છે કલા નિરાળી,જે સાચી ભક્તિએ જોવાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
…………જીવનો જન્મ સાર્થક થયો.
સ્વામીનો સંબંધ લગ્નથી મળે,જે કુંટુંબ પ્રેમથી દેખાય
સંસ્કારની સાચી કેડી માબાપથી,જે વર્તનથી સમજાય
પતિજલારામની એક વિનંતીએ,વિરબાઇમાતા પ્રેરાય
ભક્તિની પકડેલી દોરથીજ,પરમાત્મા પણ ભાગી જાય
………..જીવનો જન્મ સાર્થક થયો.
++++++જય જલારામ,જય વિરબાઇ માતા++++++