June 24th 2011

ચતુરાઇ

                              ચતુરાઇ

તાઃ૨૪/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહને પ્રેમ નિખાલસ,સમજ માનવીની નિર્દોષ
કામનામને પકડીરાખવા,બતાવ્યા જાણે છોડ્યાદોષ
                           ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
સમયસમયની આ બલીહારી,નામાનવીને સમજાય
કુદરતની આ છે ન્યારીકૃપા,જે સતયુગમાં લઈ જાય
સંસ્કારની કેડી પકડી ચાલતાં,ભક્તિભાવ મળી જાય
લીલા આ કુદરતની,જે ચતુર માનવીને જ સમજાય
                            ……….મળે દેહને પ્રેમ નિખાલસ.
કળીયુગનીકલમ ચાલેવાંકી,જે અધોગતીએ દોરીજાય
ભોળપણને ભરખી લેતાં,માનવીને આડુંઅવળુ દેખાય
ડગલેપગલે ડંડોવાગતાં,મળીજાય કુદરતનો અણસાર
સમજની ન્યારીરીત ચતુરની,એ બુધ્ધિથી જ પરખાય
                             ………મળે દેહને પ્રેમ નિખાલસ.

=-=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment