June 20th 2011

ખુશીનો ભંડાર

                       ખુશીનો ભડાર

તાઃ૨૦/૬/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પગલું માંડતા મળે સંગ સાચો,જીવ હરખાઇ જાય
શાંન્તિનો સહવાસ જોતાં,ખુશીનો ભંડાર મળીજાય
                ……….પગલુ માંડતા મળે સંગ સાચો.
મળે મા બાપનો પ્રેમ બાળકને,ઘોડીયે ડોલી જાય
હાલરડાની પ્રીત ન્યારી,માતાના શબ્દોથી લેવાય
આંખો ભીની પણ થાય,જ્યાં માનોપ્રેમ મળી જાય
મળી જાય ભંડાર ખુશીનો,બાળકના વર્તને દેખાય
                ……….પગલુ માંડતા મળે સંગ સાચો.
જીવન સાથીનો સંગ મળે ત્યાં,પ્રેમનો ઉભરો થાય
એકબીજાના વિચાર પારખી,પગલુભરતાં થઈજાય
એ બને જ્યાં કેડી જીવનની,ત્યાંજીવન મહેંકી જાય
ઉભરો ના જ્યાં અતિપ્રેમનો,આજીવન સાર્થક થાય
              …………પગલુ માંડતા મળે સંગ સાચો.

૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=