June 12th 2011

એકથી દસ

                            એકથી દસ

તાઃ૧૨/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો અંબેમાતા નો,ને બગડો બહુચરામા નો
           તગડો તુળજામાતા નો,નેચોગડો ચામુંડામાનો
પાંચડો પાવાગઢવાળીમાનો,ને છઠ્ઠે છોગાવાળી
            સાતડો સંતોષીમાતા નો,ને આઠડે અષ્ટભુજાળી
નવડો મા નવદુર્ગા નો,ને દસે દશામા દયાળી

              આ તો થઈ
                           મા
                              ભક્તિની બલિહારી.

++++++++++++++++++++++++++++

June 12th 2011

પ્રેમ થયો

                              પ્રેમ થયો

તાઃ૧૨/૬/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના કરતા પ્રેમ થયો,ત્યાં તો  અનેક જોડી થઈ
પ્રેમની નાની કેડી લેતાં,જીવને અવની મળી ગઈ
                                  …………ના ના કરતા પ્રેમ થયો.
કર્મનાબંધન જીવ પ્રેમના,જેને જગતમાં જાણે છે સૌ
મળી જાય જો લહેર થોડી,તો દેહ જગે મેળવીજ લઉ
પ્રેમનીપપુડી વાગતાદેહે,માયાવળગે ને મોહપણ બહુ
મિથ્યાબંધન જગના છે,જે અવની પર લાવી દે ભઈ
                                    ……….ના ના કરતા પ્રેમ થયો.
પ્રેમ થયો જ્યાં પશુપ્રાણીથી,મળશે જન્મ તમને તહીં
નિર્મળપ્રેમની બંદી રહેતાં,ભટકી ભીખજ માગશે અહીં
નિરાધારની સીમારહેતાં,નારાહ મળશે જીવનમાં કોઇ
અંત અવનીપર આવશે દેહનો,ફરી જન્મ મળશે અહીં
                                  …………ના ના કરતા પ્રેમ થયો.
માનવદેહની એક છટકછે,જે દેહ સમજશે અનુભવ લઈ
ભક્તિકેરી નાવડી હલેસતાં,જીવને સાચીરાહ મળશે ભઈ
વંદન શ્રી જલાસાંઇને કરતાં,અનેક ઉપાધીઓ જાશેઅહીં
મળી જશે આ દેહનેમુક્તિ,અંતે પ્રભુ પ્રેમનેજ પામી લઈ
                                  ……….. ના ના કરતા પ્રેમ થયો.

**********************************