June 5th 2011

ઉંઘ આવી

                             ઉંઘ આવી

તાઃ૫/૬/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારની ચાદર ખેંચાતા,ઉજ્વળ પ્રભાત મનેમળી
માણી જ્યાં જીવનની કેડી,ત્યાં ઉંઘ આવીને મળી
                            ………..સવારની ચાદર ખેંચાતા.
પ્રભાતની કિરણની રેલી,જીવનમાં આવેએ વહેલી
મનને શાંન્તિ મળે ન્યારી,ઉજાગરાને એ હણનારી
કદમને પાવન કરનારી,જ્યોત જીવનમાં એદેનારી
પવિત્ર જીવન મળતાં,શાંન્તિ જીવને એ લાવનારી
                          ………… સવારની ચાદર ખેંચાતા.
ઘોડીયામાં સુતેલા બાળકને,માનાહાલરડા ઉંઘાડીદે
દેહને શાંન્તિ મળી જાય,ત્યાં જીવને સાચોપ્રેમ મળે
માનવદેહની અનોખીલીલા,દેહથકીજ્યાંમહેનતથાય
થાક લાગતા દેહને જગમાં,આરામનો સંકેત છેથાય
                           …………સવારની ચાદર ખેંચાતા.

**************88*************

June 5th 2011

जलासांइ जय जयकार

.

.

.

.

.

.

.

.

 .

.

.

.                 जलासांइ जय जयकार

ता२३/१२/२००६                      प्रदीप ब्रह्मभट्ट

श्रध्धा मेरी जलासांइ में;
                      ना इसमें कोइ भ्रम,
लेकर माला रटण करु मैं;
                   सफल हो मानव जन्म.
                      ……….श्रध्धा मेरीजलासांइ में.
जीवकी ज्योत समझ ना पाये;
                   भटक रहा ये मन,
आनबानके ये चक्करमें;
                       जीवन रहा है जल.
                    ……….श्रध्धा मेरी जलासांइ में.
मिथ्याजीवन हो रहा है;
               ना मनको मीले कोइ चैन.
श्रध्धा रखके मनको मनाले;
             जीवको मील जाये आनंद.
                  …………श्रध्धा मेरी जलासांइ में.
जलारामने ज्योत जलाइ;
                  रामनामका कीया रटण.
सांइबाबाने प्रेम जगाया;
                भक्तिका किया जतन.
                  …………श्रध्धा मेरी जलासांइ में.
सुखमें राम दुःखमें राम;
                  कणकणमें है बसे राम,
सुमिरन तेरा सच्चा होतो;
                 पलपल तेरा होगा काम.
                    ………..श्रध्धा मेरी जलासांइ में.
ना शंका ना ओर कोइ द्विधा;
                  ना कोइ है मनमें चिंता,
जीवन रामसे मरण रामसे;
                रामसे जुटा मेरा तनमन.
                     ……….श्रध्धा मेरी जलासांइ में.

***********************************

June 5th 2011

નીતરતી આંખો

                    નીતરતી આંખો

તાઃ૫/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નૈન નીતરતા આંખમાં પાણી,ના કોઇથી જોવાય
અંતરની એ કલમન્યારી,ના કોઇથીય એ છોડાય
                 ………..નૈન નીતરતા આંખમાં પાણી.
કદીક ખુશી દે કદીક દુઃખ,દેહને જેની જગતમાં ભુખ
બાળપણ ઘડપણ સંગેલાગે,મળીજાય જીવનમાં સુખ
કુદરતની આ રીત છે ન્યારી,જીવના દેહને એદેનારી
બાથમાં લેતા એ મળનારી,આંખોથી એ નીતરવાની
                  ………..નૈન નીતરતા આંખમાં પાણી.
પ્રભુ સ્મરણની રીત અનોખી,મનને શાંન્તિ એ દેનારી
બંધઆંખે ભક્તિકરતાં,મનને ભાવના સાચી મળનારી
તિલક,અર્ચન કરતાંજલાને,જીવનઉજ્વળ કરી જવાને
સાંઇનામની ધુન સાંભળતા,મુક્તિ માર્ગ મળી જવાનો
                   …………નૈન નીતરતા આંખમાં પાણી.

***********************************

June 5th 2011

કદર

                           કદર

તાઃ૫/૬/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવી કદર બગલમાં,નાજુક એ સહેવાય
મિત્રતાના પાવનપગલે,દેહે નિર્મળતાજ લેવાય
                 ……….ક્યાંથી આવી કદર બગલમાં.
દેહથી કરેલ કામ જગતમાં,પરિણામોથી જ દેખાય
પગલુ ભરતાં એકજ આગળ,સમજણ મળતી જાય
માગણી એ તો ભીખ જગતમાં,જ્યાં હાથ પ્રસારાય
મળી જાય ના માગે દેહે,એ જ સાચી કદર કહેવાય
                 ………..ક્યાંથી આવી કદર બગલમાં.
સંતાનોનો નિર્મળ પ્રેમ મળે,જે વર્તનથી મળી જાય
લાગણી,મોહ,માયાને મુકતાં,અતિ આનંદ થઈ જાય
સ્નેહની સાંકળ ન્યારી નિર્મળ,જન્મ સફળ પણ થાય
મળે જલાની કૃપા જીવનમાં,ત્યાંકદર સાચીમેળવાય
                  ……….  ક્યાંથી આવી કદર બગલમાં.

++++++++++++++++++++++++++++++

June 5th 2011

જન્મદીને અપેક્ષા

.

.

.

.

.

.

.

.                    જન્મદીને અપેક્ષા

તાઃ૫/૬/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન કરતાં પુજ્ય મોટાને,હરિઃૐનું સ્મરણ થાય
           જન્મદીનની શીતળ સવારે,સંત જલાસાંઇ ભજાય
                  જુન માસમાં જન્મદીને,માબાપને પ્રેમે વંદનથાય
                                            …………વંદન કરતાં પુજ્ય મોટાને.
મળે સુગંધ મોગરાની ઘરમાં,જ્યાં જલારામ પુંજાય
            મા વિરબાઇના આશિર્વાદથી,મને ભક્તિ મળી જાય
વંદન મારા સાચાસંતને,જે સંસાર ઉજ્વળ  કરીજાય
           આવી આંગણે પરમાત્મામાગે,એવી કૃપા મળી જાય
                                           ………….વંદન કરતાં પુજ્ય મોટાને.
સાંઇબાબા છે સંતજગતમાં,જે નિર્મળપ્રેમ આપીજાય
          મળીજાય જ્યાં કૃપા બાબાની,ત્યાં ભોલેનાથ હરખાય
ત્રિભુવનનાએ તારણહાર થયા,જેદેહ ધરતીએ દેખાય
          અલ્લા ઇશ્વરની દ્રષ્ટિપડતાં,મારો જન્મસફળ થઈજાય
                                            …………વંદન કરતાં પુજ્ય મોટાને.
સંતાનોનો પ્રેમ મળે કુંટુંબમાં,ઉજ્વળ રાહ મળી જાય
         જલાસાંઇ મને સંગાથ દેજો,રહેજો પળપળ મારી સંગ
ભક્તિમાં મને પ્રેરણા કરજો,જ્યાંસાચી રાહ મળી જાય
         પળપળને સંભાળતા રહેજો,જે આજન્મ સફળ કરીજાય
                                             …………વંદન કરતાં પુજ્ય મોટાને.

====================================