June 7th 2011

પ્રીતનું પગથીયું

                     પ્રીતનું પગથીયું

તાઃ૭/૬/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો તારી જોઇ નિરાળી,જીંદગી ઝપટાઇ ગઈ
મોહક તારી કાયા જોઇને,મારી પ્રીત જાગી ગઈ
                    ………..આંખો તારી જોઇ નિરાળી.
દેહ તો છે કુદરતની કૃપા,આ જીવને ઝંઝટ નહીં
પ્રીતએ સહવાસનીદોરી,ના માગણીએ મળેઅહીં
દેહની આતો અજબ લીલા,જીવને દેહથી લેવાય
મળી જાય સંબંધની સીડી,જે કર્મબંધને સહેવાય
                   ………….આંખો તારી જોઇ નિરાળી.
જગનાબંધન કર્મનીકેડી,મળેલ મતીએ મેળવાય
સારુ નરસુ એતો દોરીછે,જે વર્તનથીજ સમજાય
પ્રીતની કેડી નિર્મળ લાગે,જ્યાં હૈયેથી મળીજાય
માયામોહ ત્યાંથીદુરભાગે,નિર્મળસ્નેહ સેતુબંધાય
                     ………..આંખો તારી જોઇ નિરાળી.

+++++++++++++++++++++++++++++

June 7th 2011

પ્રેમે પધારો

                               પ્રેમે પધારો

તાઃ૭/૬/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધારો મા સરસ્વતી સંતાન,અમારા પ્રેમને પકડી આજ
કલમથી દેજો સૌને સાથ,જે અમને જીવનમાં દઈદે હાશ
                        …………પધારો મા સરસ્વતી સંતાન.
બારણએ આવી ઉભો છુ આજે,પુષ્પગુચ્છની માળા લઈને
આવજો વ્હેલા લઈ પ્રેમની ઝોળી,નામળે જીવનમાં એવી
નિર્મળપ્રેમની જ્યોત લીધીછે,સંધ્યાકાળે એ દીપ બનીછે
પ્રદીપ,રમાની પ્રેમનીદોરી,સ્વીકારજો અહીં આંગણે આવી
                      …………..પધારો મા સરસ્વતી સંતાન.
મળી ગઈ મને પ્રેમની કેડી,કલમ થકી પકડી મેં જીવનમાં
કદર કલમની થતીજગતમાં,આજે પ્રસંગલઈ આવી ઘરમાં
મળ્યા ચાહકો ગુજરાતી ભાષાના,પરસ્પરનો પ્રેમજ દેવાને
પ્રેમ જગતમાં અખંડઅનોખો,ગુજરાતીઓથી જ એ લેવાનો
                         ………….પધારો મા સરસ્વતી સંતાન.

*******************************************