July 31st 2017

જીવનનો સંગાથ

...Image result for જીવનનો સંગાથ...
.          .જીવનનો સંગાથ   

તાઃ૩૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનરાહ પકડીને જીવતા દેહ પર,પરમાત્માની પરમકૃપા થઈ જાય
જીવને મળેછે માનવદેહ અવનીએ,જે કર્મનાબંધનથી મેળવાઇ જાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
કર્મનીકેડી એ અવનીપરના બંધન,મળેલ જીવનનો સંગાથ થઈ જાય
કુદરતની આ અજબલીલા છે જગત પર,જે પાવનજીવનથી સમજાય
જીવને મળેલ અનેકદેહ અવનીપર,કર્મનાસંબંધથી જીવને સ્પર્શી જાય
માનવદેહ પર જ્યાં કૃપા થાય પ્રભુની,ત્યાં સમજીને વંદન પ્રભુને થાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
સંગાથ મળેછે માનવદેહને જીવનમાં,જ્યાં નિર્મળજીવન પ્રેમથી જીવાય
પાવનરાહ ને પારખી લેતા જીવોને,મળેલદેહના અનેક સંબંધ પણથાય
ના કોઇ મોહ સ્પર્શે જીવનમાં,જે દેહને પવિત્રરાહે પ્રભુકૃપા દોરી જાય
દેહને સ્પર્શે કરેલકર્મ જીવનમાં,જે જીવના આવન જાવન કરાવી જાય
......એ જગતપરના દેહને સ્પર્શે,જે શ્રધ્ધાભાવે નિખાલસ જીવનથી સમજાય.
===========================================================
 
July 31st 2017

શ્રધ્ધાથી સેવા

..Related image
.            .શ્રધ્ધાથી સેવા

તાઃ૩૧/૭/૨૦૧૭ (શ્રાવણસુદ આઠમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસની આઠમ આજે,ને સુર્યદેવની કૃપાએ સવાર પડી જાય
પાવનરાહ મળે જીવને હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાએ શ્રાવણ માસમાં પુંજન થાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
મનમાં રહેલ પવિત્ર ભાવના જીવનમાં,મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય
ના મોહમાયાની ચાદર અડે દેહને,કેના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,મા પાર્વતી પતિ શ્રી ભોલેનાથ કૃપાળુ થાય
એકજ આશિર્વાદની કૃપાએ જગતમાં,અબજો જીવો મુક્તિમાર્ગ મેળવી જાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
અજબશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે પવિત્રગંગાનુ આગમન કરાવી જાય
મળેલદેહને કૃપામળે ગંગામાતાની,વંદન કરી અર્ચનાએ જીવ મુક્તિમાર્ગે દોરાય
કરેલ કર્મથી મળેશાંંન્તિ જીવને,જે ગૌરીનંદન શ્રી ગણપતિની કૃપાએ મળીજાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ અનુભવાય 
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
=============================================================
July 30th 2017

ધરતીનો ધબકાર

.           .ધરતીનો ધબકાર 

તાઃ૩૦/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની રાહ મળે જીવને,એજ ધરતીની પવિત્ર કૃપા કહેવાય
જન્મમરણના બંધન એછે જીવની કેડી,પરમાત્માની કૃપાએજ સમજાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
અવની એતો અજબ શક્તિ છે પરમાત્માની,પવિત્ર જીવોનેજ સમજાય
જીવને મળેલ દેહ અવનીપર,એ પુર્વજન્મના બંધનથી જ મળતો જાય
ધરતીનો ધબકાર સ્પર્શે દેહને,જ્યાં અભિમાનથીજ આફત મળતી જાય
પરમાત્માની કૃપા નિર્મળ ભક્તિએ મળે દેહને,જે શ્રધ્ધાએ જ મેળવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
મળેલ દેહથી કરેલકર્મ એજ છે જીવના બંધન,નાકોઇ જીવથી છટકાય
કળીયુગ સતયુગ એપરમાત્માની લીલા,સમય સમયથી સમજીને જીવાય
આગમન વિદાય એકેડી છે જીવની,જગતમાં ના કોઇથીય દુર રહેવાય
નર્કસ્વર્ગ એછે કળીયુગની કેડી,જે ધરતી પર થયેલ આગમને સહેવાય
......પાવનકેડી એ મળે જીવને,જ્યાં દેહથી શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ કરાય.
========================================================

July 29th 2017

વીર હનુમાન

.Image result for વીર હનુમાન.
.            .વીર હનુમાન    

તાઃ૨૯/૭/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામના,એ પરમશક્તિશાળી ભક્ત છે હનુમાન
અવનીપર આગમન કરીને,અજબશક્તિશાળી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
અયોધ્યામાં અવતાર લીધો પ્રભુએ,જે પુત્ર શ્રીરામના નામથી ઓળખાય
માતાએ પણ દેહ લીધો અવનીપર,એ શ્રીરામના પત્ની સીતાજી કહેવાય
પવિત્રજીવે દેહ લીધો જગત પર,જે શ્રીરામના ભાઈ લક્ષ્મણથી ઓળખાય
માબાપના પ્રેમની પરમકૃપાએ જ,જગતમાં કરેલ કર્મ પાવનકર્મથી સમજાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા રાવણને,શ્રી ભોલેનાથ અજબશક્તિ આપી જાય
મળેલ શક્તિને પારખી જગતમાં,એ દુશ્કર્મથી જીવનમાં ભટકતો થઈ જાય
માતા સીતાનુ અપહરણ કરી જીવનમાં,શ્રી રામનો એ દોશીત દુશ્મન થાય
પરમભક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામને મદદ કરી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
=========================================================
July 28th 2017

અદભુત છે લીલા

.           .અદભુત છે લીલા
તાઃ૨૮/૭/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ પરમાત્માની અજબશક્તિ,જીવને નિર્મળ ભક્તિએ મળી જાય
મળેલ દેહને સ્પર્શે એકૃપા જીવનમાં,જે પાવન પવિત્ર જીવન આપી જાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,સુખશાંંતિનો સંબંધ થઈ જાય
ના કોઇ યુગની અસર અડે જીવને,કે નાજીવનમાં કોઇ માગણી રખાય
પ્રેમની ગંગાવહે જીવનમાં,જે નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિથી મેળવાય
ભક્તિની એ અજબ શક્તિ છે જગતમાં,જે નિખાલસ જીવનથી દેખાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહની ભક્તિએ મળી જાય
પરમાત્માની કૃપા એ પવિત્ર શ્રધ્ધાએ,કરેલ ભક્તિની જ્યોત પ્રગટાઇ જાય
સંત જલાસાંઇની ચીંધેલ આંગળી,જીવોને ભોજનસંગે માનવતા આપીજાય
કુદરતની આ અજબલીલા છે અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
==========================================================
July 26th 2017

પવિત્રભુમી

..Related image..
.
           .પવિત્રભુમી 
તાઃ૨૬/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરની ઓળખ થાય જીવને,જ્યારે અવનીપર દેહ મેળવાય
પાવનભુમી પર દેહ મળે જીવને,એ જીવની શ્રધ્ધા જ્યોત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
પવિત્ર ભુમી જગતમાં ભારત છે,જીવને દેહ મળતા અનુભવ થાય
પરમાત્માએ દેહ ધારણ કર્યો,જે અયોધ્યામાં શ્રીરામથી ઓળખાય
પવિત્ર સ્વરૂપ લીધુ માતાએ,એ સીતાજી શ્રીરામના પત્ની કહેવાય
ભારતમાં દેહ ધારણ કરીનેજ,પરમાત્મા એ ભુમી પવિત્ર કરી જાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
દ્વારકામાં જન્મ લીધો પ્રભુએ,જગતમાં એ દ્વારકાધીશથી ઓળખાય
અનેક ગોપીઓનો પ્રેમ મળ્યો તેમને,જે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય
ખોડીયાર માતા ગુજરાતમાં જન્મ્યા,જ્યાંએ જાનબાઈથીય ઓળખાય
પવિત્રભુમી ભારતછે જ્યાંજીવને કૃપામળતા,મુક્તિમાર્ગ પણ મળીજાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
અજબ શક્તિશાળી એ ભક્ત કહેવાય,જે શ્રી રામને મદદ કરી જાય
માતા સીતાનુ હરણ કરનાર,શક્તિશાળી રાવણનુએ દહન કરી જાય
પરમાત્મા શ્રીરામના આશિર્વાદ મળે,એ ગદાધારી હનુમાન થઈ જાય
એવો પરમકૃપા દેશ છે અવનીપર,જેનેજ પવિત્રભુમી  ભારત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
======================================================
July 25th 2017

ગજાનંદ ગણેશ

..Image result for ગજાનંદ ગણેશ..
.         .ગજાનંદ ગણેશ
તાઃ૨૫/૭/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપિતાનો પ્રેમ પામી જીવનમાં,અજબ શક્તિશાળી બની જાય
એવા વ્હાલા માપાર્વતી પુત્ર,ગણપતિના પવિત્ર નામથી ઓળખાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
પાવનરાહ જીવોને આપે જ્યાં નિર્મળ ભાવે,ભક્તિ શ્રધ્ધાએ કરાય
અનેક વ્યાધીઓને આંબીને,મળેલદેહને સાચીસમજણ આપી જાય
કર્મના બંધન એસ્પર્શે દેહને,પણ ગજાનંદ કૃપાએ જીવથી છટકાય
આવન જાવનના બંધન છુટે જીવથી,જ્યાં શ્રીગણેશજીનીકૃપા થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
ભક્તિપ્રેમનો સંગા રાખતા જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થઈજાય
ના કળીયુગની કોઇ સાંકળ અડે દેહને,ત્યાં સુખનો સંગ મળી જાય
મળેલ માનવદેહ એ જીવનો છે સંબંધ,પ્રભુકૃપાએ પાવન થઈ જાય
સંત જલાસાંઇની પાવનરાહે જીવતા,જીવને મળેલ જન્મ સાર્થક થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
=======================================================

July 24th 2017

પવિત્ર શ્રાવણમાસ

...Image result for પવિત્ર શ્રાવણમાસ...
.           .પવિત્ર શ્રાવણમાસ 
તાઃ૨૪/૭/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની કેડી પકડવા જીવનમાં,પવિત્ર ધર્મ પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધા રાખીને શ્રી ભોલેનાથને અર્ચનાકરતા,જીવન ઉજવળ થઈજાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,સંગે શીવોહમનુ સ્મરણ પણ કરાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,માતા પાર્વતીનીય કૃપા આપી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ વ્હાલાસંતાન,પિતા ભોલેનાથનો પ્રેમ દઈ જાય
મળેલદેહને સાર્થક કરે કૃપાએ,જગતમાં નાકોઇ આફત અથડાઈ જાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
પરમ કૃપાળુ શ્રી શંકર ભગવાન,પવિત્ર ગંગાને જગતપર વર્ષાવી જાય
અવનીપરના અબજો જીવોને દર્શંનથી,મુક્તિની પવિત્રરાહે દોરી જાય
ગજાનંદની પરમકૃપાએ મારીધ્ધી સિધ્ધીની,પાવનરાહ જીવને મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં શ્રીશીવજીની અસીમકૃપાએ,જીવથી પુંજન થાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
======================================================

July 21st 2017

દેવાધીદેવ મહાદેવ

.Related image.
.         .દેવાધીદેવ મહાદેવ           

તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,જગતમાં એ શ્રધ્ધાભક્તિએ સમજાય
પાવનરાહ મળે છે જીવને કૃપાએ,એજ દેવાધીદેવ મહાદેવ પણ કહેવાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
નિર્મળજીવનની રાહ બતાવે જીવોને,એ જગતમાં ભોલેનાથથી ઓળખાય
ૐ નમઃ શિવાયનુ શ્રધ્ધાએ સ્મરણ કરતા,શક્તિશાળી દેવની કૃપા થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવને,જ્યાં દેવાધીદેવ મહાદેવને વંદન કરાય
આવી આંગણે કૃપા કરે મહાદેવ,જીવને ભક્તિની પવિત્ર રાહ મળી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શ્રધ્ધાસંગે દુધનીઅર્ચનાકરતા સોમવારે,શંકરભગવાનની પરમકૃપા થઈજાય
જીવને મળેલ પાવન રાહે જીવતા,સમયની ના કોઇજ આફત અડી જાય
મળે માતાપાર્વતીનો પ્રેમ પ્રદીપને,સંગે ગજાનંદ ગણપતિનીકૃપા પણ થાય
ના અપેક્ષા કદી જીવને અડે,જે મળેલકૃપાએ કુળ પણ પાવન કરી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
=============================================================
July 21st 2017

લાગણીમાગણી

.           .લાગણીમાગણી 
તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

લાગણી માગણી એ જીવનમાં સ્પર્શે દેહને.જગતમાં ના કોઇથી છટકાય
અવનીપરના બંધનથી એજ મળે દેહને,જે અપેક્ષાના વાદળ વર્ષાઇ જાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
માનવ દેહને જ્યાં લાગણી સ્પર્શે,ત્યાં મળેલ દેહ તકલીફથી દુર રહી જાય
શાંંતિની કૃપા મળે પરમાત્માની દેહને,જે કુદરતનીજ નિર્મળ કૃપા કહેવાય
ભક્તિ માર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં અદભુત અનુભવ થઈ જાય
એજ સાચી લાગણી મળેલ કહેવાય,જ્યાં નાકદીય કોઇ અભિમાન રખાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
અવનીપરના આગમને માનવદેહ મળે,જેને માગણીની અપેક્ષા અડી જાય
જીવનમાં સમયનો સાથ મળેછે દેહને,જે મળેલદેહને સુખદુઃખ આપી જાય
કર્મના સંબંધની આ છે લીલા અવનીએ,જીવનમાં કદી એઆફત દઈજાય
મળેલદેહને સ્પર્શે છે કરેલ કર્મ,જે કળીયુગ કે સતયુગની લીલાજ કહેવાય 
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
=======================================================
Next Page »