July 21st 2017

દેવાધીદેવ મહાદેવ

.Related image.
.         .દેવાધીદેવ મહાદેવ           

તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,જગતમાં એ શ્રધ્ધાભક્તિએ સમજાય
પાવનરાહ મળે છે જીવને કૃપાએ,એજ દેવાધીદેવ મહાદેવ પણ કહેવાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
નિર્મળજીવનની રાહ બતાવે જીવોને,એ જગતમાં ભોલેનાથથી ઓળખાય
ૐ નમઃ શિવાયનુ શ્રધ્ધાએ સ્મરણ કરતા,શક્તિશાળી દેવની કૃપા થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવને,જ્યાં દેવાધીદેવ મહાદેવને વંદન કરાય
આવી આંગણે કૃપા કરે મહાદેવ,જીવને ભક્તિની પવિત્ર રાહ મળી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શ્રધ્ધાસંગે દુધનીઅર્ચનાકરતા સોમવારે,શંકરભગવાનની પરમકૃપા થઈજાય
જીવને મળેલ પાવન રાહે જીવતા,સમયની ના કોઇજ આફત અડી જાય
મળે માતાપાર્વતીનો પ્રેમ પ્રદીપને,સંગે ગજાનંદ ગણપતિનીકૃપા પણ થાય
ના અપેક્ષા કદી જીવને અડે,જે મળેલકૃપાએ કુળ પણ પાવન કરી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
=============================================================
July 21st 2017

લાગણીમાગણી

.           .લાગણીમાગણી 
તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

લાગણી માગણી એ જીવનમાં સ્પર્શે દેહને.જગતમાં ના કોઇથી છટકાય
અવનીપરના બંધનથી એજ મળે દેહને,જે અપેક્ષાના વાદળ વર્ષાઇ જાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
માનવ દેહને જ્યાં લાગણી સ્પર્શે,ત્યાં મળેલ દેહ તકલીફથી દુર રહી જાય
શાંંતિની કૃપા મળે પરમાત્માની દેહને,જે કુદરતનીજ નિર્મળ કૃપા કહેવાય
ભક્તિ માર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં અદભુત અનુભવ થઈ જાય
એજ સાચી લાગણી મળેલ કહેવાય,જ્યાં નાકદીય કોઇ અભિમાન રખાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
અવનીપરના આગમને માનવદેહ મળે,જેને માગણીની અપેક્ષા અડી જાય
જીવનમાં સમયનો સાથ મળેછે દેહને,જે મળેલદેહને સુખદુઃખ આપી જાય
કર્મના સંબંધની આ છે લીલા અવનીએ,જીવનમાં કદી એઆફત દઈજાય
મળેલદેહને સ્પર્શે છે કરેલ કર્મ,જે કળીયુગ કે સતયુગની લીલાજ કહેવાય 
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
=======================================================