November 30th 2010
ભક્તિ લકીર
તાઃ૩૦/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારની શીતળ સવારે,શ્રી ભોળાનાથ ભજાય
ઉજ્વળ પ્રભાત સંગે મળતાં,જીવન ઉજ્વળ થાય
……….એવા સાતવાર કહેવાય.
મીઠી મંગળવારની લીલા,જ્યાં શ્રીગણેશજી પુંજાય
જીવનીજીંદગી બનેનિરાળી,ને જન્મસફળ સહેવાય
……….એવા સાતવાર કહેવાય.
બુધવારની શીતળ પ્રભાતે,માઅંબાને ભજી જવાય
મળે શાંન્તિ,પ્રેમજગતમાં,ને જીવથી શાંન્તિલેવાય
……….એવા સાતવાર કહેવાય.
ગુરૂવાર તો સંતોનો વાર,જ્યાં જલાસાંઇને ભજાય
ઉજ્વળ રાહમળે ભક્તિથી,જે જન્મસફળ કરી જાય
……….એવા સાતવાર કહેવાય.
શુક્રવારની ભઈ વાત નિરાળી,માતાની પુંજા થાય
દુર્ગા,સંતોષી ને કાળકા,સાથે મા લક્ષ્મી રાજી થાય
……….એવા સાતવાર કહેવાય.
શનીવાર ભક્તિનો દીવસ,જ્યાં હનુમાનજી પુંજાય
શક્તિનો ભંડાર ભક્તિથી,જે મળીગયો તેમ દેખાય
……….એવા સાતવાર કહેવાય.
રવિવાર ના રજાનો દીવસ,પ્રભાતે પ્રભુ પુંજા થાય
મળી જાય અણસાર દેહને,તેને જન્મ સફળ દેખાય
………..એવા સાતવાર કહેવાય.
+++++++++++++++++++++++++++++++
November 29th 2010
કાતરી આંખ
તાઃ૨૯/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજરના બાણ વાગતાંજ, હૈયેથી પ્રેમ મળી જાય
કાતરી આંખની નજરથી,બનતુ કામ બગડી જાય
……….નજરના બાણ વાગતાંજ.
મળે નજર એક ભાવથી,ત્યાં આત્મા રણકી જાય
સહવાસ મળતાં સંગથી,જગે બધુ જ મળી જાય
કુદરતની આ લીલા,જેને સાચાપ્રેમથી મેળવાય
ના મોહ માયાના વર્તન,જેમાં કળીયુગી ભટકાય
………નજરના બાણ વાગતાંજ.
સફળતાનાઆ સોપાનમાં,સરળતાય સંગાઇ જાય
મહેનત સાચી આવે સાથે,જ્યાં કામ મનથી થાય
મળતી સફળતાય અટકે,નેમહેનત પણ એળે જાય
કાતરી આંખની નજર પડે,ત્યાં સધળુય ઉંધું થાય
………..નજરના બાણ વાગતાંજ.
===============================
November 28th 2010
રંગીલો ગુજરાત
તાઃ૨૮/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિશ્વવ્યાપી ગુજરાતીઓને,હૈયે અનંત આનંદ થાય
રંગીલો ગુજરાતને સાંભળી,ભાષા પ્રેમી સૌ હરખાય
……….એવો રેડીયો AM 1090 કહેવાય.
રસેશભાઇ આવ્યા દોડી,લઇ સાહિત્યનો તેમનો ભંડાર
શાયરી શેર ને કવિતાગાતા,એતો ખુબ હરખાઇ જાય
લાવ્યા કૃપામાતાનીસાથે,જે સાંભળી શ્રોતાખુશ થાય
આનંદ મને હૈયે છે એટલો,જ્યાં ચાહકો ફોન કરીજાય
………..એવો રેડીયો AM 1090 કહેવાય.
ગુજરાતીથી પ્રેમ નિરાળો,જ્યાં આવ્યા છે નુરૂદ્દીનભાઇ
કલમસાથે વાચાએવી,જે સાંભળી આનંદ લીધો અહીં
આજેઆવ્યા મહેમાન બની,જાણેદેવા ભાષાનો દરીયો
શ્રોતાઓના ફોનથીલાગ્યુ,આ રંગીલો ગુજરાત છે ભઇ
………..એવો રેડીયો AM 1090 કહેવાય.
=======================================
You can hear this program on web site: rangilogujarat.com
+++++++++++++++++++++++++++++++++++++++
November 28th 2010
અભિમાનને આદર
તાઃ૨૮/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચુ સાચુ સાંભળીને જ્યાં,તમારા કાન ભરાઇ જાય
છુટી ભાગવા ખોટાશબ્દોથી,અભિમાનને આદર થાય
……….સાચુ સાચુ સાંભળીને જ્યાં.
જુવાનીએ જ્યાં પકડે લાકડી,ત્યાં કંઇક છુપાવા જાય
સહારો લઇ જુઠ્ઠાઇનો દેહે,એતો લોકોને પટાવતો થાય
ત્યાં સચવાય સમયથોડો,જે તેને કદીય ના સમજાય
સત્ય જ્યારે આવે સામે,ત્યાં એતો ભોંઠો જ પડી જાય
………..સાચુ સાચુ સાંભળીને જ્યાં.
સમજ તમારી સાચીએ,જે જ્યાં ત્યાં સમયે સચવાય
કુદરતનો એક નિયમ છે એવો,વાવો તેવું જ લણાય
પત્થરને પણ ખોતરી લેતા,પવિત્ર મુર્તીઓ મેળવાય
સમયે અભિમાનને આદર દેતા,તો વહાણો તરી જાય
………..સાચુ સાચુ સાંભળીને જ્યાં.
=++++++++++++++++++++++++++++++++=
November 27th 2010
મીઠી ભેંટ
તાઃ૨૭/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવતાએ જગમાં,જ્યાં સાચા સ્નેહની વાત
આવી પ્રેમ મળે હૈયાથી જગે,એ મીઠી ભેંટની વાટ
………..મળે માનવતાએ જગમાં.
માયાને મુકી દે દ્વારે,ને લાવે સંગે પ્રેમનીજ જ્યોત
પગલેપગલે પાવનતા છે,ને લાગે ના જગના ખેલ
મળીજાય સહવાસ સંગે,ત્યાં આવે હળવો હૈયા પ્રેમ
એકબેનીના ચિંતાતેને,જેને મળીજાયછે શીતળસ્નેહ
……….. મળે માનવતાએ જગમાં.
કુદરતની આ લીલા અજાણી,ના મનથી સમજાય
મળતર ભણતરને સ્વીકારતા,પ્રેમજ પરખાઇ જાય
સ્વાર્થની સીડીને છોડતાદેહને,મીઠી ભેંટ મળી જાય
સફળતા આવે દોડીસામે,જેની અપેક્ષાય ના રખાય
………….મળે માનવતાએ જગમાં.
==============================
November 26th 2010
સંતોષ
તાઃ૨૬/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવીને ભુખ લાગે ભોજનની,કદીક લાગે પ્રેમની
કદીક શોધે સહવાસને,પણ નામળે સંતોષ દીલથી
તોય માનવ જીવી રહ્યો છે,આજગમાં થોડી બીકથી
સંતોષની જ્યાં સીડીમળે,ના જરૂર પડે તેને કોઇની
દેહને માયા જન્મથી લાગે,માબાપના સાચા પ્રેમની
સંતાન બનીને જીવનજીવતાં,છેસંતોષ જન્મદાતાને
પાવન લાગે જીવન ત્યારે,સંસ્કારની સાથે ચાલે એ
મળેકૃપા જ્યાં પરમાત્માની,સાર્થકજન્મ આલાગે છે
જીવન જગમાં ઝરણા જેવુ,વહી રહ્યુ છે એ અવનીએ
ગંગાજળનો સહવાસ મળતાં,ઉજ્વળ જીવન બન્યુંએ
દેહમળે જ્યાં માનવીનો,જીવને સાર્થકતાની તકમળે
સંતોષ મળે જ્યાં જીવને જન્મે,ભવસાગરથી તરીરહે
================================
November 25th 2010
વિરપુરના વૈરાગી
તાઃ૨૫/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છો વિરપુરના તમે વાસી,તમારુ જીવન છે વૈરાગી
ભક્તિ તમારી થઈ સાચી,જેણે જીવને લીધો ઉગારી
……….છો વિરપુરના તમે વાસી.
માતા રાજબાઈ હતા,ને હતા પિતા પ્રધાનજી ઠક્કર
ભક્તિલીધી ગુરૂ ભોજલરામથી,કુળને ઉજ્વળ કરવા
સાચી રાહ જીવનમાં મેળવી,તમે ભક્તિ જગે દીધી
વિરબાઈમાતાના સંસ્કારે,પ્રભુ કૃપાને મેળવી લીધી
…………છો વિરપુરના તમે વાસી.
અન્નદાનની શક્તિએવી,તમથી જગમાં સૌએ જાણી
પરમાત્મા પણ ભિક્ષુક થઈને,ભક્તિ માપવા આવ્યા
દીધા દાન પત્નિના પ્રભુને,ત્યાં સંસ્કાર મળેલા દીઠા
ઉજ્વળકુળ જગતમાંકીધુ,જ્યાં ભક્તિનોસંગાથ લીધો
………..છો વિરપુરના તમે વાસી.
—————————————————–
November 24th 2010
આંખ ભીની
તાઃ૨૪/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પડે વર્ષા પ્રેમની જીવનમાં,ત્યાં ઉમંગ આવી જાય
આવીમળે સગા સ્નેહીઓ,ત્યાં આંખભીની થઈ જાય
……….પડે વર્ષા પ્રેમની જીવનમાં.
જીવ જન્મના અનોખા બંધન,અવનીએ મળી જાય
શીતળ સ્નેહની પ્રીત ન્યારી,સાચા સહવાસે દેખાય
અનંત કોટી પ્રભુની કૃપા,એ વર્તનથીજ મળી જાય
ઉમંગ આવે આંગણે દોડી,જે ભીની આંખોમાં દેખાય
………..પડે વર્ષા પ્રેમની જીવનમાં.
મોહમાયા મળે દેહને,સંસારની પ્રકૃતિ આ કહેવાય
માનવતાની આ રીત નાની,જે જીવને જકડી જાય
નિર્દોષ જીવન લાગેતારું,જ્યાં નિખાલસતા દેવાય
મળે નિર્મળ પ્રેમ દેહને,ત્યાં આંસુ સ્નેહના ઉભરાય
……… પડે વર્ષા પ્રેમની જીવનમાં.
===============================
November 23rd 2010
ભણતરની ભેંટ
તાઃ૨૩/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બગડો મારી બગલમાં છે,ને એકડો આગળ ચાલે
તગડો તેડ્યો બૈડે મારે,ત્યાં ચોગડો પાછળ આવે
…….. આવુ ભણતર સુખને સાથે લાવે.
ડગલાંનો જ્યાં વિચાર આવે,ત્યાં વિચારીને ભરાય
એક ભરેલ ડગલે ના વ્યાધી,ત્યાંજ બીજુ છે જવાય
બે ડગલાં ચાલતાદેહે,જો થોડી શાંન્તિને અનુભવાય
ના વ્યાધી ના ચિંતા,એ જ ભણતરની ભેંટ કહેવાય
………આવા પગલે જીવન છે મલકાય.
સોપાનજીવનમાં મળેછે જન્મે,જે અવનીએ બંધાય
સોપાનના સ્નેહે ચાલતાં,જીવ સુખદુઃખ સમરીજાય
એક પગલે મળે સરળતા,તો પછીબીજુ ત્યાં મંડાય
સંગ મળે જો સાચો દેહને,ધન્ય જન્મ આ થઈ જાય
………આવા પાવનકર્મે જીવ છે હરખાય.
+++++++++++++++++++++++++++++++
November 23rd 2010
કોઇક તો મળ્યું
તાઃ૨૩/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા માનવ જીવનમાં મને કોઇક તો મળ્યુ છે;
જેણે મને પ્રેમ આપ્યો છે,સાચો સંગાથ આપ્યો છે,
મારા સુખદુઃખમાં તો હાથ પકડી મને ચાલતો રાખ્યો છે.
………..મારા માનવ જીવનમાં મને.
મારી નાની પકડી આંગળી મને ચાલતો કર્યો છે,
મારી થતી થોડી ભુલમાં મને સંભાળી લીધો છે;
જીવનના ચઢતા ઉતરતા સોપાનમાં સાથ દીધો છે,
મારી માનવીની કાયાને સાચા સંસ્કાર પણ દીધા છે
……….મારા માનવ જીવનમાં મને.
ઉજળા આ સંસારમાં કદીક મેં ઝાંખપને દીઠી છે,
મને ટોકીને રાહ બતાવી જીંદગી ઉજ્વળ કરી છે;
મારી પ્રીતડીને પારખીને મને કલમ પકડાવી છે,
સહીયારો સાચો દઈને મને મક્કમ શક્તિ પણ દીધી છે.
…………મારા માનવ જીવનમાં મને.
===============================