November 24th 2010

આંખ ભીની

                           આંખ ભીની

તાઃ૨૪/૧૧/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પડે વર્ષા પ્રેમની જીવનમાં,ત્યાં ઉમંગ આવી જાય
આવીમળે સગા સ્નેહીઓ,ત્યાં આંખભીની થઈ જાય
                    ……….પડે વર્ષા પ્રેમની જીવનમાં.
જીવ જન્મના અનોખા બંધન,અવનીએ મળી જાય
શીતળ સ્નેહની પ્રીત ન્યારી,સાચા સહવાસે દેખાય
અનંત કોટી પ્રભુની કૃપા,એ વર્તનથીજ મળી જાય
ઉમંગ આવે આંગણે દોડી,જે ભીની આંખોમાં દેખાય
                   ………..પડે વર્ષા પ્રેમની જીવનમાં.
મોહમાયા મળે દેહને,સંસારની પ્રકૃતિ આ કહેવાય
માનવતાની આ રીત નાની,જે જીવને જકડી જાય
નિર્દોષ જીવન લાગેતારું,જ્યાં નિખાલસતા દેવાય
મળે નિર્મળ પ્રેમ દેહને,ત્યાં આંસુ સ્નેહના ઉભરાય
                     ……… પડે વર્ષા પ્રેમની જીવનમાં.

===============================