November 3rd 2010

સાચી શાંન્તિ

                              સાચી શાંન્તિ

તાઃ૩/૧૧/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે,
                 મોહમાયાના બંધનમાં જીવ ભટકે છે;
કુદરતના આ ન્યાયમાં મંજીલ મળે છે,
                 જીવના જન્મ મરણના બંધન ટળે છે.
                   ………..દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંસારની સાંકળથી સુખદુઃખ મળી જાય,
                 લાગણીના દ્વારે તો દુઃખ ભાગી જાય;
દેહથી લીધેલા પ્રેમને પાંખો આવી જાય,
              સહવાસ છુટતાં દુઃખનો દરીયો મળીજાય.
                  ………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંબંધીઓના સહવાસમાં ભાવના મળી જાય,
            કરુણાના સાગરને જોવા ભક્તિ લાગી જાય:
સમયને પારખી ચાલતાં મુખ મલકાઇ જાય,
           મળે શાંન્તિ મનને ત્યાં દેહને સુખ મળી જાય.
                    ………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.

===================================