November 23rd 2010

ભણતરની ભેંટ

                     ભણતરની ભેંટ

તાઃ૨૩/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બગડો મારી બગલમાં છે,ને એકડો આગળ ચાલે
તગડો તેડ્યો બૈડે મારે,ત્યાં ચોગડો પાછળ આવે
                   …….. આવુ ભણતર સુખને સાથે લાવે.
ડગલાંનો જ્યાં વિચાર આવે,ત્યાં વિચારીને ભરાય
એક ભરેલ ડગલે ના વ્યાધી,ત્યાંજ બીજુ છે જવાય
બે ડગલાં ચાલતાદેહે,જો થોડી શાંન્તિને અનુભવાય
ના વ્યાધી ના ચિંતા,એ જ ભણતરની ભેંટ કહેવાય
                    ………આવા પગલે જીવન છે મલકાય.
સોપાનજીવનમાં મળેછે જન્મે,જે અવનીએ બંધાય
સોપાનના સ્નેહે ચાલતાં,જીવ સુખદુઃખ સમરીજાય
એક પગલે મળે સરળતા,તો પછીબીજુ ત્યાં મંડાય
સંગ મળે જો સાચો દેહને,ધન્ય જન્મ આ થઈ જાય
                   ………આવા  પાવનકર્મે જીવ છે હરખાય.

+++++++++++++++++++++++++++++++

November 23rd 2010

કોઇક તો મળ્યું

                     કોઇક તો મળ્યું

તાઃ૨૩/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા માનવ જીવનમાં મને કોઇક તો મળ્યુ છે;
      જેણે મને પ્રેમ આપ્યો છે,સાચો સંગાથ આપ્યો છે,
મારા સુખદુઃખમાં તો હાથ પકડી મને ચાલતો રાખ્યો છે.
                        ………..મારા માનવ જીવનમાં મને.
મારી નાની પકડી આંગળી મને ચાલતો કર્યો છે,
      મારી થતી થોડી ભુલમાં મને સંભાળી લીધો છે;
જીવનના ચઢતા ઉતરતા સોપાનમાં સાથ દીધો છે,
મારી માનવીની કાયાને સાચા સંસ્કાર પણ દીધા છે
                        ……….મારા માનવ જીવનમાં મને.
ઉજળા આ સંસારમાં કદીક મેં ઝાંખપને દીઠી છે,
       મને ટોકીને રાહ બતાવી જીંદગી ઉજ્વળ કરી છે;
મારી પ્રીતડીને પારખીને મને કલમ પકડાવી છે,
સહીયારો સાચો દઈને મને મક્કમ શક્તિ પણ દીધી છે.
                        …………મારા માનવ જીવનમાં મને.

===============================