November 8th 2010

ભાઇબીજ

 

 

 

 

 

 

 

 

 

                           ભાઇબીજ

તાઃ૮/૧૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હેતના આંસુ આંખમાં લઇને,એ બારણું ખોલવા જાય
ભાઇના ભાઇબીજના આગમને,બહેનને આનંદ થાય
                     ……….હેતના આંસુ આંખમાં લઇને.
એક માબાપના સંતાન છે,જે સંસ્કારે જ અનુભવાય
પ્રેમ બાળપણનો સાથેરાખતાં,તો ભાઇબહેન હરખાય
પવિત્રદિનનીરાહે બહેન આજે,વારેવારે બારણે જાય
રાખડી બાંધી હાથે ભાઇને,આજે ભાઇનીરાહ જોવાય
                    ………..હેતના આંસુ આંખમાં લઇને.
પ્રેમ જગતનો આ અમરપ્રેમ,જે ભાઇ બહેનનો દેખાય
નિશ્વાર્થ ભાવને સાથે રાખતાં,આંખો આંસુથી છલકાય
ઉજ્વળદિવસો માણીદિવાળીના,બહેનપ્રેમથી હરખાય
ભાઇનીઆજે રાહજોતાંતો,આજે ભાઇબીજ છે સમજાય
                      ……….હેતના આંસુ આંખમાં લઇને.

++++++++++++++++++++++++++++++++