November 26th 2010

સંતોષ

                            સંતોષ

તાઃ૨૬/૧૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવીને ભુખ લાગે ભોજનની,કદીક લાગે પ્રેમની
કદીક શોધે સહવાસને,પણ નામળે સંતોષ દીલથી
તોય માનવ જીવી રહ્યો છે,આજગમાં થોડી બીકથી
સંતોષની જ્યાં સીડીમળે,ના જરૂર પડે તેને કોઇની

દેહને માયા જન્મથી લાગે,માબાપના સાચા પ્રેમની
સંતાન બનીને જીવનજીવતાં,છેસંતોષ જન્મદાતાને
પાવન લાગે જીવન ત્યારે,સંસ્કારની સાથે ચાલે એ
મળેકૃપા જ્યાં પરમાત્માની,સાર્થકજન્મ આલાગે છે

જીવન જગમાં ઝરણા જેવુ,વહી રહ્યુ છે એ અવનીએ
ગંગાજળનો સહવાસ મળતાં,ઉજ્વળ જીવન બન્યુંએ
દેહમળે જ્યાં માનવીનો,જીવને સાર્થકતાની તકમળે
સંતોષ મળે જ્યાં જીવને જન્મે,ભવસાગરથી તરીરહે

================================