November 12th 2010

રાખજો હેત

                    Jalaram / જલારામ                                              

                      રાખજો હેત

તાઃ૧૨/૧૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ કરુ છુ હૈયેથી તમને,ને સેવા કરુહું મનથી
લાગણી સ્નેહ દેજો બાપા,ભક્તિ કરુ તનમનથી
                  ………..પ્રેમ કરુ છુ હૈયેથી તમને.
ભક્તિનો અણસાર તમથી,મળી ગયો આ જન્મે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,કૃપા પ્રભુની હું જોતો
દેજો સદબુધ્ધિ આદેહે,રાખજો જીવનનેય જકડી
મોહ માયાને દુર રાખી, ભક્તિમાં રાખજો પકડી
                  ………..પ્રેમ કરુ છુ હૈયેથી તમને.
વંદન કરતાં શ્રધ્ધા હું રાખુ,ને ભક્તિ પ્રેમ માગું
દેજો જીવને મુક્તિઅંતે,ના મોહમાયા લઇ આવું
સત્ય વચન ને સેવા સાચી,ભવ સુધારવા સારું
આવજો અંતે લેવાજીવને,જ્યાં મૃત્યુ દેહનુ પામું
                  ……….. પ્રેમ કરુ છુ હૈયેથી તમને.

===========================