November 5th 2010

વર્ષના વધામણા

                      વર્ષના વધામણા

તાઃ૬/૧૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાય કોઇથી,કે ના તેને તરછોડાય
સમજી ચાલતા જીવનમાં,સંગ તેનોય મળીજાય
                    ………..ના સમય કોઇથી પકડાય.
ગઈકાલે જો દિવાળી ઉજવી,તો આજેછે નુતનવર્ષ
આવતીકાલે ભાઇબીજ આવે,તેમ સમય ચાલે ઝટ
મળતાં અનેક માનવીને,દીલના ઉભરાવો ખોલાય
સાચા સ્નેહની સાંકળ પકડતાં,પ્રેમ સૌનો મેળવાય
                      ………..ના સમય કોઇથી પકડાય.
સાલમુબારકનું સ્મરણ કરતાં,સૌને પ્રેમે આવકારાય
અહીંતો મળતાં તુરત,Happy New Yearબોલાય
શબ્દનો સ્નેહ તો ઉજ્વળ છે,જે માનવતાએ દેખાય
પ્રભુપ્રેમને પામતાં જગમાં,આજન્મ સફળ થઇ જાય
                       …………ના સમય કોઇથી પકડાય.

**************************************

November 5th 2010

દીવાળી

                            દીવાળી

તાઃ૫/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિન્દુ ધર્મ ની ધજાનો ડંકો,દુનિયામાં ગાજે છે 
જ્યાંત્યાં વસે ગુજરાતી,દીવાળીને સૌ માણે છે
                   ………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.
ફટાકડા તો ચુમે આભને,દારૂખાનું ફુટતુ સંભળાય
નાનામોટા સાથે રહીને,અગરબત્તીએ સળગાવાય
દીવાળીના પવિત્રદીવસથી,હિન્દુવર્ષ છે બદલાય
નુતન વર્ષના સાલ મુબારક,બીજે દીવસે બોલાય
                    ………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.
હવાઇ ઉડે આકાશમાં,ને કોઠી તારલીયા દઇ જાય
ચમક ચમક દે તારામંડળ,જે ભોંયે જ પ્રસરી જાય
ઘર આંગણે રંગોળી રંગાતા,તો આંગળું મહેંકીજાય
ભાગીજાય અંધકારજીવનનો,જ્યાંદીવાળીઉજવાય
                     ………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.

**************************************

November 5th 2010

કાળીચૌદશ

                         કાળીચૌદશ

તાઃ૪/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયાની ઝંઝટ જોઇ,ના ભાગશો મારા ભાઇ
કાળીચૌદશના દીવસે,હનુમાનને ભજશો જઇ
                    ………..દુનીયાની ઝંઝટ જોઇ.
ભુતપલીત ભટકે અહીં તઇ,ભરજો ડગલુ જોઇ
રટજો હનુમાનને જઇ,માળા પ્રભુ રામની લઇ
સરળ જીવનમાં ત્રાસ,મળીજાય જ્યાં છે વાસ
સુખમેળવતા જીવને,તોદુઃખ દેવામાંતેને પ્રીત
                     ……….દુનીયાની ઝંઝટ જોઇ.
મેંશ આંજી આંખમાં આજે,રામ ભક્તને ભજજો
મેલી શક્તિ ભાગશે દુર,જ્યાં આવશે ભક્તિપુર
હનુમાન ચાલીસા રટશો,પ્રભુ કૃપાને તમે લેશો
મળશે શાંન્તિ જીવને દેહે,નેપવિત્ર જીવન જોશો
                       …………દુનીયાની ઝંઝટ જોઇ.

*******************************

November 5th 2010

ધનતેરસ

                              ધનતેરસ

તાઃ૪/૧૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળજીવન મનનીશાંન્તિ,લક્ષ્મીકૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સરળ જીવનમાં,માને ધનતેરસે પુંજાય
                        ……..એને સાચી ભક્તિ કહેવાય.
મળી જાય જો કરુણા માતાની,ભક્તિપ્રેમ થઇ જાય
સમય પકડી ચાલતાદેહને,નાવ્યાધી કોઇ અથડાય
લક્ષ્મી માતાની સેવા કરતાં,સાથે ગણેશજી પુંજાય
મળીજાય પ્રેમ કૃપાની સાથે,આ જન્મ સાર્થક થાય
                      ……….એને સાચી ભક્તિ કહેવાય.
ધનતેરસની સંધ્યાટાણે,પંચામૃતથી સ્નાન કરાવાય
કંકુ ચોખાથી તીલક કરતાંતો,મા લક્ષ્મીજી રાજીથાય
કૃપા માતાની વરસે જીવપર,જે આ જીવનમાંદેખાય
મળે સરળતા જીવનમાં બધે,જ્યાં ભક્તિસાચી કરાય
                         ………એને સાચી ભક્તિ કહેવાય.

**************************************