November 25th 2010

વિરપુરના વૈરાગી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                       વિરપુરના વૈરાગી

તાઃ૨૫/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

છો વિરપુરના તમે વાસી,તમારુ જીવન છે વૈરાગી
ભક્તિ તમારી થઈ સાચી,જેણે જીવને લીધો ઉગારી
                       ……….છો વિરપુરના તમે વાસી.
માતા રાજબાઈ હતા,ને હતા પિતા પ્રધાનજી ઠક્કર
ભક્તિલીધી ગુરૂ ભોજલરામથી,કુળને ઉજ્વળ કરવા
સાચી રાહ જીવનમાં મેળવી,તમે ભક્તિ જગે દીધી
વિરબાઈમાતાના સંસ્કારે,પ્રભુ કૃપાને મેળવી લીધી
                     …………છો વિરપુરના તમે વાસી.
અન્નદાનની શક્તિએવી,તમથી જગમાં સૌએ જાણી
પરમાત્મા પણ ભિક્ષુક થઈને,ભક્તિ માપવા આવ્યા
દીધા દાન પત્નિના પ્રભુને,ત્યાં સંસ્કાર મળેલા દીઠા
ઉજ્વળકુળ જગતમાંકીધુ,જ્યાં ભક્તિનોસંગાથ લીધો
                       ………..છો વિરપુરના તમે વાસી.

—————————————————–