November 18th 2010

ભેદભાવની રીત

                         ભેદભાવની રીત

તાઃ૧૮/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવ દેહ જગત પર,પ્રભુ કૃપા કહેવાય
ભેદભાવને ભુલીજીવતા,આજન્મ સફળ થઈજાય
                   ……….મળેલ માનવદેહ જગત પર.
તારું મારું એછે નાની સમજ,જે સમયે જ સમજાય
પ્રેમ મળીજાય જીવને,જ્યાં એક કુટુંબમાંજ રહેવાય
તકલીફની નાની દોરી જોતાં,સગાંસ્નેહી મળી જાય
ભાગે દુર આવતી વ્યાધી,સૌના પ્રેમે સુખ મેળવાય
                    ……….મળેલ માનવદેહ જગત પર.
ભેદભાવની આ વિશાળ કાયા,ના ધર્મકર્મથી છોડાય
બુધ્ધિને ના સમજ આવે,જ્યાં જ્ઞાતિભાવ મળી જાય
નાતજાતના આ દરીયામાંતો,માનવી ફસાઇ જજાય
ભેદભાવના આ સકંજામાં તો,ખુન ખરાબા થઈ જાય
                     ………..મળેલ માનવદેહ જગત પર.
ધર્મના વાડા છે બહુ નાના,પણ ભોળુ મન લબદાય
નાતજાતને બતાવી જગમાં,માનવતાનેય હરાવાય
બુધ્ધિને જકડી રાખવા જગમાં,નાણાંનેય પકડાવાય
મળેલ જન્મ વ્યર્થ થતાં,જીવ અવનીએ ભટકી જાય 
                      ……….મળેલ માનવદેહ જગત પર.

+++++++++++++++++++++++++++++++++