November 28th 2010

રંગીલો ગુજરાત

 

 

 

 

 

 

 

 

                            રંગીલો  ગુરા

 તાઃ૨૮/૧૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિશ્વવ્યાપી ગુજરાતીઓને,હૈયે અનંત આનંદ થાય
રંગીલો ગુજરાતને સાંભળી,ભાષા પ્રેમી સૌ હરખાય
                     ……….એવો રેડીયો AM 1090 કહેવાય.
રસેશભાઇ આવ્યા દોડી,લઇ સાહિત્યનો તેમનો ભંડાર
શાયરી શેર ને કવિતાગાતા,એતો ખુબ હરખાઇ જાય
લાવ્યા કૃપામાતાનીસાથે,જે સાંભળી શ્રોતાખુશ થાય
આનંદ મને હૈયે છે એટલો,જ્યાં ચાહકો ફોન કરીજાય
                     ………..એવો રેડીયો AM 1090 કહેવાય.
ગુજરાતીથી પ્રેમ નિરાળો,જ્યાં આવ્યા છે નુરૂદ્દીનભાઇ
કલમસાથે વાચાએવી,જે સાંભળી આનંદ લીધો અહીં
આજેઆવ્યા મહેમાન બની,જાણેદેવા ભાષાનો દરીયો
શ્રોતાઓના ફોનથીલાગ્યુ,આ રંગીલો ગુજરાત છે ભઇ
                     ………..એવો રેડીયો AM 1090 કહેવાય.

=======================================

You can hear this program on web site: rangilogujarat.com

+++++++++++++++++++++++++++++++++++++++

November 28th 2010

અભિમાનને આદર

                   અભિમાનને આદર

તાઃ૨૮/૧૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચુ સાચુ સાંભળીને જ્યાં,તમારા કાન ભરાઇ જાય
છુટી ભાગવા ખોટાશબ્દોથી,અભિમાનને આદર થાય
                        ……….સાચુ સાચુ સાંભળીને જ્યાં.
જુવાનીએ જ્યાં પકડે લાકડી,ત્યાં કંઇક છુપાવા જાય
સહારો લઇ જુઠ્ઠાઇનો દેહે,એતો લોકોને પટાવતો થાય
ત્યાં સચવાય સમયથોડો,જે તેને કદીય ના સમજાય
સત્ય જ્યારે આવે સામે,ત્યાં એતો ભોંઠો જ પડી જાય
                        ………..સાચુ સાચુ સાંભળીને જ્યાં.
સમજ તમારી સાચીએ,જે જ્યાં ત્યાં સમયે સચવાય
કુદરતનો એક નિયમ છે  એવો,વાવો તેવું જ લણાય
પત્થરને પણ ખોતરી લેતા,પવિત્ર મુર્તીઓ મેળવાય
સમયે અભિમાનને આદર દેતા,તો વહાણો તરી જાય
                         ………..સાચુ સાચુ સાંભળીને જ્યાં.

=++++++++++++++++++++++++++++++++=