November 30th 2010

ભક્તિ લકીર

                           ભક્તિ લકીર

તાઃ૩૦/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારની શીતળ સવારે,શ્રી ભોળાનાથ ભજાય
ઉજ્વળ પ્રભાત સંગે મળતાં,જીવન ઉજ્વળ થાય
                       ……….એવા સાતવાર કહેવાય.
મીઠી મંગળવારની લીલા,જ્યાં શ્રીગણેશજી પુંજાય
જીવનીજીંદગી બનેનિરાળી,ને જન્મસફળ સહેવાય
                       ……….એવા સાતવાર કહેવાય.
બુધવારની શીતળ પ્રભાતે,માઅંબાને ભજી જવાય
મળે શાંન્તિ,પ્રેમજગતમાં,ને જીવથી શાંન્તિલેવાય
                       ……….એવા સાતવાર કહેવાય.
ગુરૂવાર તો સંતોનો વાર,જ્યાં જલાસાંઇને ભજાય
ઉજ્વળ રાહમળે ભક્તિથી,જે જન્મસફળ કરી જાય
                       ……….એવા સાતવાર કહેવાય.
શુક્રવારની ભઈ વાત નિરાળી,માતાની પુંજા થાય
દુર્ગા,સંતોષી ને કાળકા,સાથે મા લક્ષ્મી રાજી થાય
                       ……….એવા સાતવાર કહેવાય.
શનીવાર ભક્તિનો દીવસ,જ્યાં હનુમાનજી પુંજાય
શક્તિનો ભંડાર ભક્તિથી,જે મળીગયો તેમ દેખાય
                        ……….એવા સાતવાર કહેવાય.
રવિવાર ના રજાનો દીવસ,પ્રભાતે પ્રભુ પુંજા થાય
મળી જાય અણસાર દેહને,તેને જન્મ સફળ દેખાય
                       ………..એવા સાતવાર કહેવાય.

+++++++++++++++++++++++++++++++