November 17th 2010

ઘરના ડૉક્ટર

                                          ઘરના ડૉક્ટર

તાઃ૧૭/૧૧/૨૦૧૦                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
  • મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
  • હળદર અને આંમળાનુ ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
  • જીરાનુ ચુર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  • તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસીડીટી મટે છે.
  • મેથીના કુમળા પાનનું શાક બનાવી ખાવાથી લોહી સુધરે અને શક્તિ મળે છે.
  • મરીને શુધ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા નાંખવાથી આધાશીશી મટે છે.
  • રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મુકવાથી ઉધરસ ઓછી થાય છે.
  • રાઇ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
  • કોપરેલ અને લીંબુનોરસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી અને દાદર મટે છે.
  • ફુદીનો અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. 
  • મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઇ જાય છે.
  • મરી,તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • મચ્છર કે કીડી-મંકોડાના ડંખ પર લીબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  • તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
  • છાલ સાથે કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
  • જુનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  • લવિંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
  • દુધમાં ઘી મેળવી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • શેરડીનોરસ પીવાથી હેડકી બંધ થાય છે,જીરૂ ચાવવાથી હેડકી બંધ થાય છે.
  • માથું દુઃખતુ હોય તો લવિંગનુ તેલ કપાળે ઘસવાથી મટી જાય છે.
  • સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  • ખાંડ અને લીંબુનો રસ ભેગા કરી માથું ધોવાથી જુ અને ખૉડો ઓછો થાય છે.
  • એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.
  • દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
  • લસણની કળીઓ ગળવાથી લકવો મટે છે.

 __________++++++++__________++++++++_________

 *** આ તો ભઇ ઘરના દર્દીઓ માટે ઘરના ડૉક્ટરના ઘરગથ્થુ જ ઇલાજ.
                    આડ અસર તો નહીં જ અને એક્સ્પાયર ડેટ પણ નહીં.***

===========================================