November 21st 2010

શરણુ લીધુ

                            શરણુ લીધુ
 
તાઃ૨૧/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં આવે ઉમંગ,અને પ્રેમ સૌનો મળી જાય
શાંન્તિ આવી દ્વાર ખોલે,જ્યાં શરણે પ્રભુને જવાય
                            ……….જીવનમાં આવે ઉમંગ.
મનને માયા લાગે પ્રભુની,ને કીર્તન ભજન થાય
ઉજ્વળ જીવન જીવવાજગમાં,સ્મરણ પ્રભુનુ થાય
સવાર સાંજને પકડી લેતાં,મન ભક્તિએ પરોવાય
શરણં મમઃ શરણં મમઃથી,શરણુ પ્રભુનુ મળી જાય
                               ………જીવનમાં આવે ઉમંગ.
નિત્ય સવારની પહેલી કિરણે,ગાયત્રી મંત્ર સ્મરાય
સ્વહ નો જ્યાં સ્વરમળે,ત્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિદ્વાર ખુલતા ચાલે,જેની અનુભુતીય મળી જાય
વરસે વર્ષા પ્રભુ કૃપાની,ત્યાં શરણં મમઃને સમજાય
                           …………જીવનમાં આવે ઉમંગ.

==============================

November 21st 2010

ગુજરાતીગુજરાત

                     ગુજરાતીગુજરાત

તાઃ૨૧/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી વાણી ભઈ એવી,લાગે સૌને એ ન્યારી
ગુજરાતીની પ્રીત પણ પ્યારી,પ્રેમે જગમાં જાણી
એવી અમારી આ વાણી,ગુજરાતી ભઈ ગુજરાતી.

સુર્યદેવને પુંજે પ્રભાતે,ને અર્ચના પ્રેમે એ કરતા
સ્નેહની સાંકળમાં રહીને,એ નાસ્તો હળવો જલેતા
પાવન ધરતીની એકૃપા,સંસ્કાર જીવનમાં રહેતા
વડીલને વંદન રોજ કરીને,જીવન ઉજ્વળ કરતા
અવા પ્યારા ગુજરાતી,આખી દુનીયામાં મળતાં.

પાવનભુમી ગુજરાતછે,જ્યાં શૌર્યવીર છે જન્મ્યા
નામની ચિંતા મુકી દઈને,કામ પવિત્ર કરીલીધા
ભક્તિનો પ્રવાહ પણ એવો,જ્યાં સંતોનેય પુંજાય
પાવન કર્મ કરતાં દેહે,આ જન્મ સફળ થઈ જાય
એવી પવિત્રભુમી જગમાં,ગુજરાતને જ કહેવાય.

_++++++++++++++++++++++++++++++++

જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત જય ગુજરાત

**********************************