November 21st 2010

ગુજરાતીગુજરાત

                     ગુજરાતીગુજરાત

તાઃ૨૧/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી વાણી ભઈ એવી,લાગે સૌને એ ન્યારી
ગુજરાતીની પ્રીત પણ પ્યારી,પ્રેમે જગમાં જાણી
એવી અમારી આ વાણી,ગુજરાતી ભઈ ગુજરાતી.

સુર્યદેવને પુંજે પ્રભાતે,ને અર્ચના પ્રેમે એ કરતા
સ્નેહની સાંકળમાં રહીને,એ નાસ્તો હળવો જલેતા
પાવન ધરતીની એકૃપા,સંસ્કાર જીવનમાં રહેતા
વડીલને વંદન રોજ કરીને,જીવન ઉજ્વળ કરતા
અવા પ્યારા ગુજરાતી,આખી દુનીયામાં મળતાં.

પાવનભુમી ગુજરાતછે,જ્યાં શૌર્યવીર છે જન્મ્યા
નામની ચિંતા મુકી દઈને,કામ પવિત્ર કરીલીધા
ભક્તિનો પ્રવાહ પણ એવો,જ્યાં સંતોનેય પુંજાય
પાવન કર્મ કરતાં દેહે,આ જન્મ સફળ થઈ જાય
એવી પવિત્રભુમી જગમાં,ગુજરાતને જ કહેવાય.

_++++++++++++++++++++++++++++++++

જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત જય ગુજરાત

**********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment