November 2nd 2010

પારખી લીધો

                       પારખી લીધો

તાઃ૨/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ચાલતી ગાડીમાં,હુ પ્રેમે જગને  જીત્યો
સુખદુઃખમાં મળતાંસાથથી,મેં પ્રેમ પારખી લીધો
                     ………..જીવનની ચાલતી ગાડીમાં.
આવી આંગણે વણઝાર,ત્યાં અડગ અડીખમ રહેતો
મળતો મારા સ્નેહીનોસંગાથ,સહવાસ મેળવી લેતો
દુર ભાગે ખટરાગ જગના,ત્યાં મનને મનાવી જોતો
શાંન્તિ મળતી ત્યારે,જ્યારે હું સમયને પારખી લેતો
                      …………જીવનની ચાલતી ગાડીમાં.
આજની ચિંતા પકડી લેતો,જે આવતી કાલે ના આવે
મળતો અણસારજીવને,ત્યાં મારા ડગલાં સાચવીલેતો
ના વ્યાધી આવે બારણે,જે પહેલેથી જ પરખાઇ જાય
ઉજ્વળ જીવનની દોર મળે,જે સમયને જકડતી જાય
                       ………..જીવનની ચાલતી ગાડીમાં.

*+*+*+*+*+*+*+*++*+*+*+*+*+*+*+*+*

November 2nd 2010

ધુન લાગી

                           ધુન લાગી

તાઃ૨/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની લગની લાગી,ભક્તિની જ્યાં ધુન લાગી
જીવને શાંન્તિ મળવાલાગી,પ્રભુ ભક્તિ સાચી લાગી
                     ………..રામનામની લગની લાગી.
નિત્ય સવારે સ્મરણ કરતાં,પુંજનઅર્ચન મનથી થતાં
મનમંદીરના દ્વાર ખોલતાં,શ્રીજલાસાંઇના દર્શન થતાં
નિર્મળ સ્નેહ માબાપનો મળતાં,આશીર્વાદ મળી જતાં
મળેલ જન્મ સાર્થક કરવા,શ્રધ્ધા ભક્તિ પ્રેમે હું કરતો
                     ………..રામનામની લગની લાગી.
વર્તન વાણી સાચવી લેવા,પ્રભુ કૃપા હું માગી રહેતો
પ્રભાતની પુંજા પાવનકરવા,જલાસાંઇને પ્રેમે ભજતો
મોહમાયાને દુર કરવા,સતત સ્મરણ હું મનથી કરતો
ધુપદીપ હું ઘરમાં કરતો,ભક્તિ સાચા ભક્તની કરતો
                        ………રામનામની લગની લાગી.

*************************************