May 31st 2010

પ્રેમની ગંગા

                      પ્રેમની ગંગા

તાઃ૩૧/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પ્રેમની ગંગા વહેતાં,જીવને અમૃત મળી જાય
ભક્તિપ્રેમની સાંકળ મળતાં,આ જન્મ સફળ થઇ જાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
લાગણી હૈયે પ્રભુ પ્રેમની,ને ભક્તિમાં હૈયે રાખી હામ
નિશદીન ગુણલાં પ્રભુના ગાતા,જીવનેય શાંન્તિ થાય
મોહ માયાના અતુટ બંધન,કોઇ સાધુથીય ના તોડાય
મળી જાય સંસારમાં શાંન્તિ,જોઇને પરમાત્મા હરખાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
મમતા મળે જ્યાં માતાની,ત્યાં કરુણાની વર્ષા થાય
પ્રેમ પિતાનો મળી જતાં,આ જીવન ધન્ય થઇ જાય
ભાઇ ભાંડુની લાગણી આવતાં,સહવાસ સુમધુર થાય
અંત નાઆવે વણમાગ્યો,જ્યાં પ્રેમનીગંગા વહી જાય
                     …………શીતળ પ્રેમની ગંગા વહેતાં.

   *****************************

May 30th 2010

જીવની ગતિ

                 જીવની ગતિ

તાઃ૩૦/૫/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન કરુ શ્રીજલાસાંઇને,નિર્મળ હૈયે રાખી હામ
ભક્તિ કેરુ બારણખોલતાં,હું નિરખુ સદા પ્રભુરામ
                       ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
પ્રભાત જીવનની ઉજ્વળ,પ્રભુ ભજન જ્યાં થાય
મનનેય શાંન્તિ મળી જાય,ને જન્મસફળ દેખાય
માયા દેહની મુકીદેતાં,મળી જાય ભક્તિનો સાથ
દેહનોઅંત નજીક આવતાં,જીવનેય શાંન્તિ થાય
                       ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
જગની માયા અળગી કરવા,શરણુ સંતનુ લેવાય
સંતનીસાચી આશીશ મળતાં,પ્રભુજી પણ હરખાય
નશ્વરદેહની માયા છુટતાં,જીવને મુક્તિ મળી જાય
પ્રભુ ભક્તિની અનંત શક્તિ એ,મોક્ષ જીવનો થાય
                         ……….વંદન કરુ શ્રીજલાસાંઇને.                        
જીવને શીતળ મળે શાંન્તિ,ને ઘરપણ પાવનથાય
અનંત શાંન્તિ સદા રહે,ને સંતાન પણ સુખી થાય
મોહમાયાનો પડછાયોભાગે,ના જીવને મળી શકાય
આવે દેહે શક્તિભક્તિની,જ્યાં દેખાવપણ ડરી જાય
                         ………. વંદન કરુ શ્રીજલાસાંઇને.

============================

May 29th 2010

Job ગઇ

                       Job ગઇ

તાઃ૨૯/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની કેડી મેળવી,કમાણી કરવા હું આવ્યો અહીં
સગા સ્નેહીઓ પાછળ મુકીને,ટાયનેકોટ પહેરતો ભઇ
                                  ……ભણતરની કેડી મેળવી.
ભણતર મળ્યુછે ગળથુથીંમાં,ઉજ્વળ સોપાન મેં લીધા
આ દેશે એવી ઇર્ષા છે કે,ના આપણુ ભણતર કંઇ ચાલે
અહીયાં પૈસા ખર્ચી ભણો,તો કાંકઇ તક મળે તેમ લાગે
નહીં તો મોટેલ,ગેસસ્ટેશન,ગ્રોસરી ને ડેલી તમારીચાલે
                                    …….ભણતરની કેડી મેળવી.
ટાય પહેરતાં શીખી ગયો,ત્યાં ખુરશીની જોબ મેંતો જોઇ
શું કામકરુ તે નાકહેવાય,પણ સમય ઓફીસનો મળેમને
દુકાળમાં આવે અધિકમાસ,તેમ અહીંપણ મંદી છે આવી
મોટીમોટી કંપનીઓ બંધથતાં,અહીંભારતીયોનેજ ઘેરકાઢે
                                      ……ભણતરની કેડી મેળવી.
ડોકી ઉચીં રાખી ચાલતાં,અંતે તો આવે કમરનો દુઃખાવો
તેમ ટાય ગળે પહેરેલી ખેંચાતા,સમયે ગળે ફાંસી દેનારો
આવ્યો સમય હવે આદેશે,માણસાઇની મહેંક દેખાઇ અહીં
વર્ષોથી ખંતનેમહેનતથી કરતોતો,તોય એ મારીJob ગઇ
                                     …….ભણતરની કેડી મેળવી.

===============================

May 28th 2010

અભિલાષા

                   અભિલાષા

તાઃ૨૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવની પાવક ઝોળી,શાંન્તિ અતિ દઇ જાય
શીતળતાનો સહવાસ મળે,ત્યાં જન્મ પાવનથાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
કર્મતણા આબંધનથી,જીવનમાં કામ અનેક થાય
સ્વાર્થ તણો સહવાસ લેવા,માનવતાય બતાવાય
દેખાવના સાગરનેનિરખી,કામ અનેક કરી જવાય
માનવતા જે જીવસંગે,નાઆશા ત્યાં કોઇજ રખાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
સંસાર તણા આ સાગરમાં,અનેક જીવો જીવી જાય
સાથ કોઇને કદીક દેતાં,હૈયેથી પ્રભુકૃપા મળી જાય
આશીર્વાદની ઉંડી ભાવના,મનમાં એક છાયી જાય
મળેખરી પણ નાસાચી,જેને અપેક્ષા સમજી લેવાય
                       ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
મોગરાની મહેંકમળે,ને ગુલાબની સુંદરતા સચવાય
પ્રસરી જાય માનવતા સંસારે,ને જલાસાંઇ  હરખાય
જીવને શાંન્તિ મળીજાય,આ જન્મસફળ થતો દેખાય
ભક્તિ સાચી પ્રેમે લેતાં,જીવની અભિલાષા સચવાય
                          ………પ્રેમ ભાવની પાવક ઝોળી.

===============================

May 27th 2010

મનની હાલત

                      મનની હાલત

તાઃ૨૭/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયા મને મોહ માયા,કળીયુગના આ તાલે
શીતળ સ્નેહની દ્રષ્ટિને ખોતાં,ચડી ગયુ એ રવાડે
                    ………..મળી ગયા મને મોહ માયા.
મન લગાવી મહેનત કરતો,ભણતો જ્યારે સ્કુલમાં
એકડો બગડો સમજી લેતો,ત્યાં તગડો હું ઘુંટી લેતો
સમજ મારા મનથી રાખી, ભણતર હું મેળવી લેતો
ભુલચુકને સુધારી જીવનમાં,હું ઉજ્વળ રાહ પકડતો
                     ………..મળી ગયા મને મોહ માયા.
સહવાસ મળ્યો જ્યાં અનેકનો,મનને મુંઝવણ થઇ
સમજની ના ચિંતા કરતો,જે પાટે ગાડી ચાલે ભઇ
સમયની સાથે પકડાઇ રહેતા,વ્યાધીઓ વધી ગઇ
કળીયુગની આઅસરમાં,મનની હાલત બગડી અહીં
                       ……….મળી ગયા મને મોહ માયા.

        $$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

May 27th 2010

આવવુ છે.

                     આવવુ છે.

તાઃ૨૭/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવવું છે મારે આવવું છે,ગમે ત્યારે પણ આવવું છે
સમયને પકડી ચાલવું છે,પણ તારે ત્યાંતો આવવું છે
                             ………. આવવું છે મારે આવવું છે.
આજે કે આવતીકાલે,સવારે કે સાંજે,હું બપોરે પણ આવું
સમય પકડવા હું ચાહુ,પણ તેને પકડીને ક્યાંથી હું લાવું 
વાત મોટી મોટી થઇ ગઇ છે,હું સાચુ કેવીરીતે સમજાવું
અહંકારની સાંકળ જાડી,ના કોઇથી કપાય હવે એ જાણી
                             ………..આવવું છે મારે આવવું છે.
આજ કાલની રાહ જોતાં તો,વર્ષો વીતી ગયા ભઇ વીસ
આવવુઆવવુ મનમાંરહેતા,વમળમાં સમયગયો હુ મીસ
મર્કટમનની આવ્યાધી જણાઇ,મારા મનમાં ક્યાંથીઆણી
વહી ગયા વહાણો દરીયામાં,કિનારે રહી શોધુ છુ હું પાણી
                                ……….આવવું છે મારે આવવું છે.

################################

May 27th 2010

प्यार कहां है?

                   प्यार कहां है?

ताः२७/५/२०१०                      प्रदीप ब्रह्मभट्ट

इस दुनीयामें ढुढ रहे है, इस जगके जास्ती लोग
कहां मिलेगा कैसे मिलेगा,कितनेमे मिलेगा बोल
                         ………..इस दुनीयामें ढुढ रहे है.
कलीयुगकी लकीर देखके,ना चल पाया कोइ  छेक
लगजाये जब झापट प्रभुकी, ना रहेता कोइ बोल
प्यार प्यारकी बुम लगाके,उछल खाते  सब भोग
हाय बायकी थप्पड खाके,मरजाते यहां कइ लोग
                            ………इस दुनीयामें ढुढ रहे है.
प्यार तो मेरे घरमें है,ओर प्यार आपके घरमें भी
प्यार सबके दीलमें है,ये प्यार जगके कणकणमे है
प्यार पाने काबील हो,तो प्यारमे जींदगी खीलती है
परमात्माका प्यार मीले,जहां प्यारसे भक्ति होती है
                          ………..  इस दुनीयामें ढुढ रहे है.
प्यारका आना प्यारका जाना,येतो है कलीयुगी रीत
मिलता है यहां पैसेमें,जीसमे है ना लंबी कोइ जीद
सच्चा प्यार दीलसे है,जहां आंखे रहे जाती है स्थीर
प्यारका जाना मुश्कील है,जहां दील रहेता है अधीर
                            ………..इस दुनीयामें ढुढ रहे है.

===============================

May 26th 2010

રટણ રામનામનું

                  રટણ રામનામનું            

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરતાં રામનામનું,મારા મનને શાંન્તિ થઇ
સંસારીના સુખ સાગરમાં,સાચી ભક્તિ મળી ગઇ
                         ………રટણ કરતાં રામનામનું.
માળા પ્રભુની કરતાં મનથી, જીવને શાંન્તિ થઇ
રામનામની છાયા મળતાં,વ્યાધીઓ ભાગી ગઇ
                         ……….રટણ કરતાં રામનામનું.
ઘીનો દીવો પ્રેમથીકરતાં,જ્યોત જીવનમાં થઇ
ધુપનુ અર્ચન કરતાં રામને,સંતો હરખાય અહીં 
                          ……….રટણ કરતાં રામનામનું.
આરતી કરતાં સીતારામની,જીંદગી પાવન થઇ
શ્રધ્ધારાખીસેવાકરતાં,જલાસાંઇનીકૃપા મળીગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
જ્યોતભક્તિની ઘરમાંજોતાં,સંત પધરામણી થઇ
સંસારી સંતોનીદ્રષ્ટિએ,ઉજ્વળ જીંદગી મળી ગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
દ્વારેઆવી અર્ચનકરતાં,સુર્યદેવનો મળ્યો સહવાસ
આંગણુ ઘરનુ શોભી રહ્યુ છે,ને કૃપા પ્રભુની થાય
                          ……… રટણ કરતાં રામનામનું.

============================

May 26th 2010

મન મંદીર

                          મન મંદીર

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન માગુ પ્રભુથી,ને શાંન્તિનો સથવાર
મનમંદીરના બારણે આવી,દેજો ભક્તિના સોપાન
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
સુર્યોદયના પ્રથમ કિરણે,ખોલુ હું મારા ઘરના દ્વાર
ઉજ્વળતાની કૃપા પામીને,સુખી થાય મારો સંસાર
જલાબાપાની ભક્તિ મળે ને,સાંઇબાબાનો મળે પ્રેમ
માગણી મારી પરમાત્માથી,જીવને દેજો ભક્તિ દ્વાર
                     …………ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
કરુણાસાગર તો છે દયાળુ,જગના જાણે સૌ નરનાર
ધુપદીપના સંગેરહેતા,પામે ઉજ્વળ જીવના સંતાન
ખુલીજાય મનમંદીરના દ્વાર,લાગીપાયે પ્રભુને આજ
જન્મ મરણના બંધન છોડી,શરણે પ્રભુને રહેવા કાજ
                       ……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
નીતિઅનીતિ થાય આદેહે,માફ કરજો મારા ભગવાન
સંતાનની ભુલને માફકરીને,બતાવજો ઉજળા સોપાન
દીન દયાળુ છો બલીહારી,મુંઝવણ કરજો દુર અમારી
મનમંદીરમાં સદા બીરાજી,દેજો પ્રભુજી શાંન્તિ અનેરી
                       ………..ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

May 25th 2010

ઇર્ષાની આંખે

                    ઇર્ષાની આંખે

તાઃ૨૫/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી મારી એવી છે ભઇ,સમજ મને ના આવે કાંઇ
એકઉભરો જોઇકોઇનો,આંખમાં મારી ઇર્ષાઆવે અહીં
                          ……….મતી મારી એવી છે ભઇ.
બે લીટી હું ભુલથી લખતો,ના વિચારુ બીજાનો ફકરો
પ્રેમનીસાંકળ શોધવા મથતો,મળી જતો મને પત્થર
પ્રથમ વર્ગમાં પાસને જોતા,નપાસ થવાથી હુ ડરતો
સીધ્ધીના સોપાનો જોતાં,ઇર્ષા મનમાં રાખીને બળતો
                           ……….મતી મારી એવી છે ભઇ.
જોઇ સહયાત્રીના સોપાન,લઇ લાકડી બનાવુ સથવાર
ક્યાંક ક્યારેક તો મળી જશે,જે લઇ જાય છે એ હરવાર
ધગશ મનમાં એજ છે,કે ક્યારેક તો ઇર્ષા આવશે કામ
આજે નહીં તો કાલે નહીં,તો કદીક થઇ જશે મારું નામ
                            ……….મતી મારી એવી છે ભઇ.

*********************************

Next Page »