ગુ.સા.સરીતાના સોપાન
ગુ.સા.સરીતાના સોપાન
મારી દ્રષ્ટિએ
૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનને આદર મળવાના દસ સોપાન.
ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ રાખવાનો સંયુક્ત પ્રયત્ન છે.
જરૂર જણાય ત્યાં એક્ત્રીત થઇને ભાષાનો આનંદ માણવાનો અથાગ પ્રયત્ન કરતા રહેવું.
રાખી ભાષા પ્રેમ જગતમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાના ચાહક થઇ ઉત્તમ રીતે આવકારવાની ટેવ રાખનારનુ સન્માન કરવું.
તીરની જેમ એક જ નિશાન છે કે ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ સ્થાન આપવું.
સાચો પ્રેમ અને સહવાસ મેળવી ગુજરાતનુ ગૌરવ વધારવું.
હિમાલય પર્વત અને સમુદ્રની વચ્ચે ગુજરાતી ભાષાને જ વહેવડાવી અને તેનો આનંદ અનુભવવો.
ત્યજી દેવા મોહમાયા ને અભિમાન,ફક્ત પ્રયત્ન કરવો કે હું ગુજરાતી ને મારી ભાષા
ગુજરાતી જેનું મને ગૌરવ છે.
સહનશક્તિ અને નિખાલસતા હંમેશાં સાથે રાખતાં મોહમાયા ભાગી જાય તેવો પ્રયત્ન.
રીધ્ધી સિધ્ધી દેવની જ્યાં કૃપા હોય ત્યાં સદા ગુજરાતી હોય તેવી પવિત્ર ભાવના.
તાલીઓના ગડગડાટમાં જે આનંદ છે તેજ આનંદ ગુજરાતી ભાષા અને ગુજરાતી રહેવામાં છે.
==================================================