May 18th 2010

બારણે ટકોરા

                       બારણે ટકોરા

તાઃ૧૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ માયા ને મમતા મુકતાં,પ્રભુ ભજન થઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનો,જન્મ સફળકરી જાય
                           ………મોહ માયા ને મમતા મુકતાં.
મોહ આવી ઉભો બારણે,ખોલવા આ કળીયુગના દ્વાર
ચારે દીશાએથી તૈયાર છે એ,લઇ સાંકળનો સથવાર
પકડાઇગઇ જો પળજીવનની,ઝેર પ્રસરીજાય તત્કાળ
અમૃત જેવું જીવન જગતમાં,એકપળમાં વેડફાઇ જાય
                             ……….મોહ માયા ને મમતા મુકતાં.
માયાનાબંધન નિરાળા,જ્યાં સમજીપારખીનેજ ચલાય
પ્રેમમળે જગતમાંસૌનો,ને જીવનપણ ઉજ્વળ કરીજાય
સંતાને સહવાસ માબાપથી,ને આશીર્વાદની વર્ષાથાય
પરમાત્માનો પ્રેમમળે,જ્યાં આશીશમનથી દેવાઇ જાય 
                              ……….મોહ માયા ને મમતા મુકતાં.
દેહને માયા સંસારની મળે,પણ કયા જીવની છે જોવાય
મળે માયા પ્રભુની,તો સાચા સંતની ભક્તિને અનુસરાય
કર્મના બંધન જગે સહુને સ્પર્શે,ના મુક્તિ કોઇથી લેવાય
કૃપા મળે જલાસાંઇની જીવપર,જ્યાં મોહમાયા છુટીજાય
                                ………મોહ માયા ને મમતા મુકતાં.
મમતા એછે અંતરનો પ્રેમ,ના કોઇથી એ જગમાં જોવાય
આંખો ભીની થતી જાય,જ્યાં હૈયાથી સ્નેહ ઉભરાતો જાય
માની મમતા ઉજ્વળતાદે,ને જગની મમતા દે અભિમાન
સરળતાનો સહવાસ જ જગમાં,ખોલી જાય જીવનના નૈન
                               ……….મોહ માયા ને મમતા મુકતાં.
નશ્વર દેહનો અંત આવતાં,જીવને બારણે ટકોરા સંભળાય
જલાસાંઇનું  શરણુ જ્યાં જીવનુ,ત્યાં પરમાત્માય હરખાય
ધરતી પરના બંધન છોડતાં,જીવને પ્રભુ કૃપા મળી જાય
ભુતપલીત ભાગે ત્યાંથી,જ્યાં જીવનોજન્મસફળ થઇજાય
                                 ……….મોહ માયા ને મમતા મુકતાં.

+++++++++++++++++++++++++++++++++=