જીવની ગતિ
જીવની ગતિ
તાઃ૩૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન કરુ શ્રીજલાસાંઇને,નિર્મળ હૈયે રાખી હામ
ભક્તિ કેરુ બારણખોલતાં,હું નિરખુ સદા પ્રભુરામ
……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
પ્રભાત જીવનની ઉજ્વળ,પ્રભુ ભજન જ્યાં થાય
મનનેય શાંન્તિ મળી જાય,ને જન્મસફળ દેખાય
માયા દેહની મુકીદેતાં,મળી જાય ભક્તિનો સાથ
દેહનોઅંત નજીક આવતાં,જીવનેય શાંન્તિ થાય
……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
જગની માયા અળગી કરવા,શરણુ સંતનુ લેવાય
સંતનીસાચી આશીશ મળતાં,પ્રભુજી પણ હરખાય
નશ્વરદેહની માયા છુટતાં,જીવને મુક્તિ મળી જાય
પ્રભુ ભક્તિની અનંત શક્તિ એ,મોક્ષ જીવનો થાય
……….વંદન કરુ શ્રીજલાસાંઇને.
જીવને શીતળ મળે શાંન્તિ,ને ઘરપણ પાવનથાય
અનંત શાંન્તિ સદા રહે,ને સંતાન પણ સુખી થાય
મોહમાયાનો પડછાયોભાગે,ના જીવને મળી શકાય
આવે દેહે શક્તિભક્તિની,જ્યાં દેખાવપણ ડરી જાય
………. વંદન કરુ શ્રીજલાસાંઇને.
============================