ભક્તિદાન
ભક્તિદાન
તાઃ૨૨/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી તમારુ સ્મરણ કરુ,ને હૈયામાં રાખુ હામ
તનથી વંદન કરું પ્રભુને,ભજુ સદા હું જલારામ
……….મનથી તમારુ સ્મરણ કરુ.
સંસારીના સુરને મેળવવા,મહેનત કરુ જે થાય
બુધ્ધિ કેરી લગામ લઇને જ,જગના ચઢુ સોપાન
સમય સંજોગને જોઇલેતા,હું શરણે રહુ જલારામ
વાણીવર્તન જ્યાં સાચવુ,ત્યાં ઉજ્વળ થાય કામ
……….મનથી તમારુ સ્મરણ કરુ.
શીતળપ્રેમ મળ્યો માબાપનો,જીવન મહેંકી જાય
આશીર્વાદ મનથીમળતાં,મળ્યામનેસીધાસોપાન
કેડી લેતા ભણતરની,ત્યાં ગુરુનીકૃપા વરસીજાય
સ્નેહપ્રેમ સંસારથી મળતાં,વ્યાધીઓ ભાગી જાય
………..મનથી તમારુ સ્મરણ કરુ.
આંગણે સાચી ભક્તિ આવી,ત્યાં જીવ રાજી થાય
સંત જલાસાંઇની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ લેવાય
પ્રભુ પ્રેમ વરસી રહ્યો,જે સંતાનના વર્તને દેખાય
મુક્તિ બારણે સંતો ઉભા,જીવને દેવા ભક્તિ દાન
………..મનથી તમારુ સ્મરણ કરુ.
[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[]]]]]]]]]]]]]]]]]]]]]]