May 28th 2010

અભિલાષા

                   અભિલાષા

તાઃ૨૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવની પાવક ઝોળી,શાંન્તિ અતિ દઇ જાય
શીતળતાનો સહવાસ મળે,ત્યાં જન્મ પાવનથાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
કર્મતણા આબંધનથી,જીવનમાં કામ અનેક થાય
સ્વાર્થ તણો સહવાસ લેવા,માનવતાય બતાવાય
દેખાવના સાગરનેનિરખી,કામ અનેક કરી જવાય
માનવતા જે જીવસંગે,નાઆશા ત્યાં કોઇજ રખાય
                      ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
સંસાર તણા આ સાગરમાં,અનેક જીવો જીવી જાય
સાથ કોઇને કદીક દેતાં,હૈયેથી પ્રભુકૃપા મળી જાય
આશીર્વાદની ઉંડી ભાવના,મનમાં એક છાયી જાય
મળેખરી પણ નાસાચી,જેને અપેક્ષા સમજી લેવાય
                       ………..પ્રેમ ભાવની પાવક ઝોળી.
મોગરાની મહેંકમળે,ને ગુલાબની સુંદરતા સચવાય
પ્રસરી જાય માનવતા સંસારે,ને જલાસાંઇ  હરખાય
જીવને શાંન્તિ મળીજાય,આ જન્મસફળ થતો દેખાય
ભક્તિ સાચી પ્રેમે લેતાં,જીવની અભિલાષા સચવાય
                          ………પ્રેમ ભાવની પાવક ઝોળી.

===============================