May 8th 2010

ચાર ધામ

                             ચાર ધામ

તાઃ૮/૫/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની પરના આગમને,જીવને મળી જાય સોપાન
સમજી વિચારી પ્રભુ ભક્તિએ,મળી જાય ચાર ધામ
                          ………..અવની પરના આગમને.
જન્મમળે જ્યાં જીવને માનવીનો,એપ્રભુકૃપા કહેવાય
આવે અવનીએ સંતાનબની,જે માબાપ થકી લવાય
પ્રેમમળે માબાપનો દીલથી,ત્યાં સંતાનપ્રેમ સહેવાય
સેવાકરવી મનથી માબાપની,એ પ્રથમધામ કહેવાય
                           ……….અવની પરના આગમને.
કર્મના બંધન વર્તનથી છે,જે ઉંમરે જ અડકતા થાય
જુવાનીના જોશમાં કર્મ સંગે,વાણી વર્તનને કેળવાય
ગુરુજીનાજ્ઞાનની દ્રષ્ટિએ,જીવનમાં શાંન્તિને મેળવાય
વંદનકરતાં ઉજ્વળ જીવન,જીવનુ બીજુધામ કહેવાય
                              ………અવની પરના આગમને.
સંસારની કેડી વાંકીચુકી ભઇ,જે સંસારીને જ સમજાય
ડગલુ એક માંડતાવિચારે,તો પવિત્ર કર્મો જ થઇ જાય
મોહમાયાને બાંધી રાખતાં,જીવનમાં સત્કર્મો મેળવાય
પવિત્ર જીવન જીવને મળે,જે જગે ત્રીજુધામ કહેવાય
                             ………..અવની પરના આગમને.
ભક્તિ એ સંસ્કારનું ચણતર.જે બાંધેછે શાંન્તિની પાળ
મુક્તિ જીવનીસંગે જરહે,કૃપામળતાં નાલાગે ત્યાં વાર
મંદીર મસ્જીદ દુર રહે,જ્યાં ધરમાં સાચી ભક્તિ થાય
ધરના પારણે જ્યાં પ્રભુ ઝુલે,એ જ ચારધામ કહેવાય
                              ………..અવની પરના આગમને.
                   =============