May 20th 2010

લાકડી,ના લફરુ

                   લાકડી,ના લફરુ

તાઃ૨૦/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મર્કટ મન ને માનવીમન,કળીયુગમાં લબડી જાય
લાકડી લેવા નીકળ્યો અહીં,ત્યાં લફરુ વળગ્યુ ભઇ
                          ……..મર્કટમન ને માનવીમન.
સદગુણનો સથવાર લઇને,હું મહેનત મનથી કરતો
આંગળી  માગતો કોઇ આવે,તેને ટેકો દે તો હું અહીં
સ્વાર્થને હું નેવે મુકી જીવનમાં,જીવતો માનવી થઇ
પ્રભુ ભક્તિમાં પ્રેમ રાખતાં,મુંઝવણો દુર ભાગતીરહી
                        ………..મર્કટમન ને માનવીમન.
સંસારી સાંકળના સહારે,મળે પ્રીત પ્રેમનો સહવાસ
લાકડીનો જ્યાં સાથ મળે,ત્યાં બદલાય સૌ વહેવાર
કળીયુગમાંતો સમજીલેવુ,ને રાખવો બગલમાં ભંડાર
વળગી જાય વણ માગ્યુ લફરુ,ના મળે કોઇ અણસાર
                         ……….મર્કટમન ને માનવીમન.

================================

May 20th 2010

કર્મનો હિસાબ

                        કર્મનો હિસાબ

તાઃ૨૦/૫/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં,શ્રધ્ધાથી જ મેળવાય
મરણ આંગણે આવે જ્યારે,ના સ્મરણ પ્રભુનુ થાય
                       ……….સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
હિસાબ કોડી કોડીનો થાય,ના કોઇથીય છે છટકાય
કર્મ કરેલા સંગે ચાલે,રાજા રંક ગરીબ કે ધનવાન
જન્મ મળેલ જીવને જગમાં,મૃત્યુ જરૂર મળશે એક
વાણી વર્તન દેહને સ્પર્શે,જે આવશે જીવનમાં છેક
                      ………..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
માળા કરતાં જો મોહ નાછુટે,તો જીવન થાશે વ્યર્થ 
અંતરથી જ્યાં થાય ભક્તિ,ત્યાં પ્રભુ કૃપા સહવાય
દુનીયાના દેખાવ અનેક,જે અધોગતીએ લઇ જાય
મોહમાયા છે કળીયુગનીદ્રષ્ટિ,ભક્તિથી ભાગી જાય
                         ……..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
કરુણા મળશે શ્રી રામની,જ્યાં સાચા સંત મેળવાય
જલાસાંઇની ભક્તિસાચી,જ્યાં જીવને મુક્તિ દેખાય
અતુટ બંધન સંસારની સાંકળના,ના કોઇથી તોડાય
આવે આંગણે શ્રીરામ,એ જ કર્મનો  હિસાબ કહેવાય
                        ………સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.

###############################