May 6th 2010
જીવનની ઉજ્વળતા
તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરમનો સહવાસ મુકતાં
અભિમાનને આઘુ કરતાં
પ્રેમની સાંકળ પકડતાં
સ્વજનનો સહકાર લેતાં
માનવતાની મહેંક માણતાં
સુંદર જીવન પામી લેતાં
કળીયુગને હૈયેથી દુર કરતાં
માનવતાની કેડી મળતાં
જીવન ઉજ્વળ મળી જવાનું.
================================
May 6th 2010
સુખની શોધમાં દુઃખ
તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કતારમાં,ભઇ શોધવા નીકળ્યો સુખ
અથાગ મહેનત માથે પડી,બારણે આવી ઉભુ દુઃખ
……….કળીયુગની આ કતારમાં.
ડગલુ ભરતાં હું વિચારુ,છો ધ્યેય ઉભોહોય થોડો દુર
સમજ મારી સાચવી લેતો,ના રહેતો મોહમાં હું ચુર
કામણગારો છે આ કળીયુગ,આવશે લાલચમોહ લઇ
સાચવતાં જો વારલાગશે,દુઃખનો દરીયો મળશે ભઇ
………..કળીયુગની આ કતારમાં.
મોહ માનવીની સીડી છે,જે જીવને અનેક દે સોપાન
ભક્તિપ્રેમનો મળે જો ટેકો,ઉજ્વળ જીવનદે ભગવાન
લકીર કેવી પકડી જીવે,એ તો અનુભવથી મેળવાય
સુખનીશોધમાં નીકળતા,કળીયુગમાં દુઃખ મળી જાય
………..કળીયુગની આ કતારમાં.
============