May 12th 2010

જરૂરીયાત

                   જરૂરીયાત

તાઃ૧૨/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરી લીધા મેં કામ,જેમાં મને મળી ગયાછે દામ
સારુ નરસુ ના આવડે,ક્યાંથી મળી જાય મુકામ
                           ……..કરી લીધા છે મેં કામ.
નજર દુનીયાની છોને પડે,ના પડે મને અસર
સમજ મારી શાણી માની,ફેરવી લઉ હું તત્પળ
જરૂરીયાતને રાખી મનમાં,બુધ્ધિને મુકવી  દુર
આવી જાય સંતોષ હૈયે,માનવતામાં આવે પુર
                          ………કરી લીધા છે મેં કામ.
સકળતાનો સહવાસ છુટે,ને સ્વાર્થની મળે લકીર
સમજવાની ના વ્યાધિ,કે ના આંધીને ઓળખાય
ડોકી ઉંચી દેખાય જગમાં,અંતે મળી જાય જંજીર
સમજ ને મુકતાં માળવે,દેહને જેલ જ મળી જાય
                         ………..કરી લીધા છે મેં કામ.
દીઠો મેં સંસાર અમારો,પણ ના જોઇ કોઇ લકીર
દોરી ગઇ જીવન નૈયાને,જે ભવસાગરમાં અટકી
નેવે મુકી જ્યાં બુધ્ધિને,ત્યાંમળી સ્વાર્થની સીડી
જીંદગી મારી પડી કુવામાં,નાસાથ રહે કોઇ એક
                            ………. કરી લીધા છે મેં કામ.

=================================

May 12th 2010

સાથ અને સહકાર

                       સાથ અને સહકાર

તાઃ૧૨/૫/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેનત મનથી પામતો,ને મેળવું જીવનનો સહવાસ
ઉજ્વળ જીવન સાથ દે,જ્યાં મળે સાથ અને સહકાર
                            …….મહેનત મનથી પામતો.
સગાં સ્નેહીઓનો સથવાર,જ્યાં હોય લોહીનો સંગાથ
પડતાં આખડતાં ટેકોમળે,ને સાચાસંબંધી ઓળખાય
                            …….મહેનત મનથી પામતો.
મળતો પ્રેમ અને સહકાર,સાચી મિત્રતાય સચવાય
સ્વાર્થ અને મોહ ભાગે દુર,જ્યાં હૈયે પ્રેમ રહે ચકચુર
                           ……. મહેનત મનથી પામતો.
જન્મ સાર્થક આ બની રહે,જ્યાં ભક્તિ પ્રેમ મળી રહે
મળે માબાપના પ્રેમે આશીશ,ગુરુજીની જ્યાં છત્ર રહે
                            …….મહેનત મનથી પામતો.
સાથ મળે સંબંધીઓનો,નેમળે સાચા મિત્રોનો સહકાર
જીવનની પગથી નિર્મળબને,ને સોપાન ઉજ્વળ થાય
                            ……મહેનત મનથી પામતો.
ગુજરાતીઓ તો ગૌરવ છે,જે જગે વિચરી મહેનત કરે
પામે સફળતાનાસોપાન જગતમાં,જે પ્રભુ કૃપાએ ફળે
                             ……મહેનત મનથી પામતો.

==================================