May 21st 2010

અમર રહો

                    અમર રહો

તાઃ૨૧/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગીતના ગુંજનમાં;સંગીતના તાલમાં,
        સ્વરના સહવાસમાં;ભક્તિના ભાવમાં,
ગુંજે ગુજરાત છે;એજ જગતમાં શાન છે.
        મારુ ગુજરાત ભઇ મારુ વ્હાલુ ગુજરાત છે
                     ………..ગીતના ગુંજનમાં,સંગીતના.
હાથમાં હાથ છે;ખંભા બળવાન છે,
          મળેલા માન એ જ  ભારતની શાન છે;
વીરના બલીદાન થયા;એ તો ઇતિહાસ છે;
         ગરવી ગુજરાત તો ગુજરાતી ગૌરવ છે.
                           ………ગીતના ગુંજનમાં,સંગીતના.
ગાંધીએ દીધી અહિંસા;સરદાર એ સાંકળ થયા
           નાતજાતને નેવે મુકી,આઝાદી પકડીલીધી
શહીદોના અમરનામ;જગે પહેલુ ભારતનુનામ
          મહેંક માનવતાની,ને પ્રેમજગતમાં પામતાં
                     ………..ગીતના ગુંજનમાં,સંગીતના.
પરદેશીને પડકાર દીધો,દેહને જોખમમાં મુક્યો             
          જેલના સળીયા ગણ્યા,સહયાત્રી સાંધી લીધા
રામનામની ગર્જના કીધી,સંગઠનની કેડી દીઠી
           ગુંજન આઝાદ ભારત અમર રહો અમર રહો.
                          ……….ગીતના ગુંજનમાં,સંગીતના.

************************************