May 29th 2010

Job ગઇ

                       Job ગઇ

તાઃ૨૯/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની કેડી મેળવી,કમાણી કરવા હું આવ્યો અહીં
સગા સ્નેહીઓ પાછળ મુકીને,ટાયનેકોટ પહેરતો ભઇ
                                  ……ભણતરની કેડી મેળવી.
ભણતર મળ્યુછે ગળથુથીંમાં,ઉજ્વળ સોપાન મેં લીધા
આ દેશે એવી ઇર્ષા છે કે,ના આપણુ ભણતર કંઇ ચાલે
અહીયાં પૈસા ખર્ચી ભણો,તો કાંકઇ તક મળે તેમ લાગે
નહીં તો મોટેલ,ગેસસ્ટેશન,ગ્રોસરી ને ડેલી તમારીચાલે
                                    …….ભણતરની કેડી મેળવી.
ટાય પહેરતાં શીખી ગયો,ત્યાં ખુરશીની જોબ મેંતો જોઇ
શું કામકરુ તે નાકહેવાય,પણ સમય ઓફીસનો મળેમને
દુકાળમાં આવે અધિકમાસ,તેમ અહીંપણ મંદી છે આવી
મોટીમોટી કંપનીઓ બંધથતાં,અહીંભારતીયોનેજ ઘેરકાઢે
                                      ……ભણતરની કેડી મેળવી.
ડોકી ઉચીં રાખી ચાલતાં,અંતે તો આવે કમરનો દુઃખાવો
તેમ ટાય ગળે પહેરેલી ખેંચાતા,સમયે ગળે ફાંસી દેનારો
આવ્યો સમય હવે આદેશે,માણસાઇની મહેંક દેખાઇ અહીં
વર્ષોથી ખંતનેમહેનતથી કરતોતો,તોય એ મારીJob ગઇ
                                     …….ભણતરની કેડી મેળવી.

===============================