May 31st 2010

પ્રેમની ગંગા

                      પ્રેમની ગંગા

તાઃ૩૧/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પ્રેમની ગંગા વહેતાં,જીવને અમૃત મળી જાય
ભક્તિપ્રેમની સાંકળ મળતાં,આ જન્મ સફળ થઇ જાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
લાગણી હૈયે પ્રભુ પ્રેમની,ને ભક્તિમાં હૈયે રાખી હામ
નિશદીન ગુણલાં પ્રભુના ગાતા,જીવનેય શાંન્તિ થાય
મોહ માયાના અતુટ બંધન,કોઇ સાધુથીય ના તોડાય
મળી જાય સંસારમાં શાંન્તિ,જોઇને પરમાત્મા હરખાય
                      ………..શીતળ પ્રેમની ગંગા વહેતાં.
મમતા મળે જ્યાં માતાની,ત્યાં કરુણાની વર્ષા થાય
પ્રેમ પિતાનો મળી જતાં,આ જીવન ધન્ય થઇ જાય
ભાઇ ભાંડુની લાગણી આવતાં,સહવાસ સુમધુર થાય
અંત નાઆવે વણમાગ્યો,જ્યાં પ્રેમનીગંગા વહી જાય
                     …………શીતળ પ્રેમની ગંગા વહેતાં.

   *****************************