લગ્ન તીથી
લગ્ન તીથી
તાઃ૧૩/૫/૨૦૧૦ પ્રદીપ/રમા બ્રહ્મભટ્ટ
જીવનમાં વર્ષે વર્ષે આવે,ને મોટી જ થતી જાય
સંસ્કૃતીની આસાંકળ,જેપતિપત્નીએ સંધાઇ જાય
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
એક બે કરતાં આજે સંગે,વીત્યા છે અઠ્ઠાવીસ વર્ષ
સાથ દેતાં મને સથવારે,જીતીયે જીવનનો આજંગ
સુખ દુઃખને નેવે મુકીને,કમરે મહેનતને લઇ લીધી
આધીવ્યાધિ દુર ભાગતાં,અમે અનંત શાંન્તિ દીઠી
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
ભક્તિ તો માબાપથી મળી,જે મનથી કરી લઇએ
સંતનીસાચી ઓળખમળતાં,ના જીવનમાંભટકીયે
શરણે જલાસાંઇને રહેતાં,જન્મ સફળ જોઇ લઇએ
ભક્તિ ધરમાં જ કરી લેતાં,ના મંદીરે કોઇ જઇએ
……….જીવનમાં વર્ષે વર્ષે આવે.
માતા વીરબાઇની મમતા,નેઆશીશ જલારામની
મળી ગઇ અમને વિરપુરથી,જે સંતાનોમાં દેખાય
રહેમનજર પડી બાબાની,જે જીવનમાં અનુભવાય
સહવાસ જીવનમાં મળી જાય,જે દર્શનથી લેવાય
………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
=========================================
આજે લગ્ન જીવનને અઠ્ઠાવીસ વર્ષ પુરા થયા.વિના તકલીફે
જીવન જીવવાનીકૃપા સાચાસંતો શ્રી જલારામ બાપા,શ્રી સાંઇબાબાની
ભક્તિએ જ મેળવી છે.આ લગ્નતીથીએ મારાવાંચક વડીલોના આશીર્વાદ,
વાંચક મિત્રોનો પ્રેમ અને સહાધ્યાયીનો સ્નેહ મળે તે પવિત્ર ભાવનાથી
પરમાત્માની કૃપાએ જ આ કાવ્ય લખેલ છે તો પ્રેમથી મને તથા મારી
પત્ની રમા સાથે મારા બંન્ને વ્હાલા બાળકો દીપલ તથા રવિને પવિત્ર
જીવન અને આપ સૌનો પ્રેમમળે તે ભાવનાસહ જય જલારામ,જય સાંઇરામ.
=+++++++++++++++++++++++++++++++++++++++++=