પુ.મોટાને પ્રણામ
@@@@
પુજ્ય શ્રી મોટાને પ્રણામ
તાઃ૧૧/૫/૨૦૧૦ (૧૧/૫/૧૯૭૧)પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મધુર વાણી સાંભળી,મન મારુ લલચાય
પુ.મોટાના આશ્રમમાં મને,અનંત આનંદ થાય
……..હરિ ૐ,હરિ ૐ સંભળાય.
નિત્ય સવારે પ્રભુ પોકારે,ઉજ્વળ જીવન થાય
તનમનના સંબંધ નિરાળા,પ્રભુ કૃપાએ લેવાય
મીઠી,મધુર,મહેંક જીવનમાં,સંતસહવાસે દેખાય
મળ્યો પુ.મોટાનોપ્રેમ અમોને,જન્મ સફળ થાય
……જ્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
સોમાકાકા રોજસવારે,ભાવથી ભક્તિગીતો ગાય
આશ્રમ આખો સ્વર્ગ લાગે,જ્યાં હરિ ૐ બોલાય
નિર્મળ ભાવે ભક્તિ જોતાં,પરમાત્માય હરખાય
પુ.મોટા આંગળી ચીંધે,જીવને સ્વર્ગ મળી જાય
………ત્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
+++++++++++++++++++++++++++++++