June 29th 2012

બગડી ગઈ

.                       .બગડી ગઈ

તાઃ૨૯/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હવા લાગી જ્યાં કળીયુગની,ના મારું મન વિચારે કંઈ
સરળતાનોસાથી શોધવાફરતાં,મારીબુધ્ધિ બગડી ગઈ
.                      ……………હવા લાગી જ્યાં કળીયુગની.
દેખાવની દુનીયા અજબ લાગે,ના સમજમાં કંઇ આવે
શોધતા શોધતા જીંદગી વીતે,તોય ના જીવનમાં ફાવે
માયા મોટી કળીયુગની આવે,ના સમજમાં કંઇજ આવે
સમજણનીસાંકળ જ્યાં છુટે,ત્યાંજ તકલીફોદોડતી આવે
.                      …………… હવા લાગી જ્યાં કળીયુગની.
પડે લાકડી બરડે જ્યારે,ત્યારે જ સમજણ આવતી ગઈ
આધી વ્યાધીની સાંકળ મળતાંજ,તકલીફો દેખાતી થઈ
આવીબારણેકળીયુગઉભો જ્યાં,જીવનીજ્યોતબુઝાઇગઈ
દેહનો અંત ના નજીક આવે,જીવનમાં ઝંઝટ વધતી ગઈ
.                   ………………..હવા લાગી જ્યાં કળીયુગની.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 28th 2012

વિદાયની પળ

.                   .વિદાયની પળ

તાઃ૨૮/૬/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો જગમાં જીવ દેહ ઘરી,એ કર્મની કેડી કહેવાય
નાસમજ આવે જગે કોઇને,ક્યારે મળે વિદાયની પળ
.            …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
જીવને વળગે માયા દેહે,જગતમાં નાકોઇથી છટકાય
શાંન્તિનો સહવાસરાખીને,મળતી કેડીએજ છે ચલાય
મળે શાંન્તિ જીવને ત્યારે,જ્યારે દુઃખ દુર ભાગી જાય
દુઃખ દારિદ્રને વિદાય મળતાં,જીવ અવનીએ હરખાય
.             …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
દુઃખનીકેડી ન્યારીજીવનમાં,જ્યાં કર્મ વંદનથી સંધાય
દેહનો સંબંધ એ કુદરતનીકૃપા,જગે સૌને એ સમજાય
સ્નેહાળજીવની માયાલાગતા,વિદાયે દુઃખ અનુભવાય
મુક્તિમાર્ગનીરાહ માગતા પ્રભુથી,જીવનો ઉધ્ધારથાય
.            …………………..આવ્યો જગમાં જીવ દેહ ઘરી.

—-__—-_–__-_—–_—–__—__—___–_—_—-

June 27th 2012

અડચણ

.                      અડચણ

તાઃ૨૭/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતિને આવે સમજણ સાચી,જે પ્રભુ કૃપાએ મેળવાય
અડચણ આવેજીવનમાં,જ્યાં જીવ કળીયુગે લબદાય
.                ………………મતિને આવે સમજણ સાચી.
સરળજીવનમાં સાથસૌનો,જ્યાં નિર્મળતાઘુમતી થાય
મનવચન ને વાણી સમજતાંજીવને શાંન્તિ મળી જાય
શીતળજીવન જગમાંમળેતેને,જે સાચીભક્તિએસંધાય
માયાના વાદળ ના વરસે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                 ……………….મતિને આવે સમજણ સાચી.
લાગણી એ ના લાચારી,એ તો જીવની મનથી છે પ્રીત
અંતરથી એસમજાય જ્યાંસાચી,ના કરાવે જગમાં વેઠ
સરળ જીવનમાં સમય આવે,ત્યાં અડચણ આવી જાય
સમજી લઈને કેડી પકડતાં,ના આફત જીવને અથડાય
.                 ……………….મતિને આવે સમજણ સાચી.

++++++++++++++++++++++++++++++++++++++++

June 26th 2012

અજબલીલા

.                   .અજબલીલા

તાઃ૨૬/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમગ્ર સૃષ્ટિ પર વર્તાય
શરણુ લેતા જલાસાંઇનું,દેહને ઉજ્વળ ભાવી દેખાય
.                ……………….અજબલીલા અવિનાશીની.
શીતળતાનો સહવાસ મળે,જ્યાં મન નિખાલસ હોય
કરુણા સાગર છે અતિ દયાળુ,જીવને વર્તને સમજાય
નિર્મળતાની કેડી ન્યારી,સાચો પ્રેમભાવ આપી જાય
ઉજળી આવતીકાલ જોવા,જીવને ભક્તિએ લઈજાય
.               …………………અજબલીલા અવિનાશીની.
લેખ લખેલા ના મિથ્યા બને,જીવ કળીયુગે લબદાય
આંટી ઘુટીમાં બંધાઇ રહેતા,વ્યર્થ આજીવન થઈજાય
કેડીપકડી ભક્તિનીચાલતાં,સૌ વ્યાધીઓ ભડકી જાય
મળે શાંન્તિ આવી જીવને,જે દેહને સદમાર્ગે લઈ જાય
.                …………………અજબલીલા અવિનાશીની.

*******************************************************

June 25th 2012

પ્રેમની પાંદડી

.                     .પ્રેમની પાંદડી

તાઃ૨૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પેમની એક જ પાંદડી પડતાં,જીવન મહેંકી જાય
શાંન્તિઆવે દોડી જ્યારે,ત્યારે નિર્મળજીવન થાય
.                    ……………….પેમની એક જ પાંદડી પડતાં.
મહેરમળે પરમાત્માની,જ્યાં સાચા સંતને  સહેવાય
માર્ગમળે જીવને અવનીએ,ત્યાં પરખ પ્રભુની થાય
માન અપમાનની માયા ખોટી,જીવથી  ના પકડાય
મળે પ્રેમની એકજ પાંદડી,આજન્મ સફળ થઈજાય
.                  …………………પેમની એક જ પાંદડી પડતાં.
શીતળ સ્નેહ જગતમાં ફરે,જે લાયકાતે મળી જાય
મોહમાયા એતો કાતર એવી,જે જીવન વેડફી જાય
આવીઆંગણે કૃપામળીરહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
નિખાલસ પ્રેમના વાદળે,આ જીંદગી સુધરી જાય
.                 ………………….પેમની એક જ પાંદડી પડતાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 25th 2012

ક્યાં હોય?

.                         ક્યાં હોય?

તાઃ૨૫/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શોધવા દીવો લીધો હાથમાં,જ્યાં મનમાં મુંઝવણ હોય
ક્યારે મળશે ને ક્યાં મળશે,એજ વ્યાધી જીવનમાં હોય
.               ……………….શોધવા દીવો લીધો હાથમાં.
ક્યાં મળે આશીર્વાદ જીવનમાં,એની સમજણ ના હોય
માયા શોધવા નીકળે માનવી,જ્યાં મોહ જ ફરતો હોય
સાચોસ્નેહ નામળી શકે જીવને,જે કળીયુગે રહેતો હોય
નામળે પ્રેમ જીવનમાંય તેને,જ્યાં નાકૃપા પ્રભુની હોય
.             …………………શોધવા દીવો લીધો હાથમાં.
લઈલીધી જ્યાં વાંકીકેડી જીવનમાં,ત્યાં તકલીફો હોય
તિરસ્કારની સાંકળને મેળવતાં,નાકૃપાય મળતી હોય
માનવજીવનસાર્થક બનેદેહનું,જ્યાં ભક્તિ સાચી હોય
મળીજાયછે કૃપા જલાસાંઇની,જ્યાં શ્રધ્ધા ફળતી હોય
.              ………………..શોધવા દીવો લીધો હાથમાં.

=======================================

 

June 23rd 2012

અશાંન્તિની કેડી

.                  .અશાંન્તિની કેડી

તાઃ૨૩/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતિની જ્યારે વર્ષા થાય,ત્યારે ના કોઇથી છટકાય
આવી મળે હદ બહાર કંઇ,ત્યાં અકળામણમળીજાય
.               …………………અતિની જ્યારે વર્ષા થાય.
શીતળતાનો સહવાસરહે,ને નિર્મળ શાંન્તિ પણથાય
પ્રેમને પારખી અનેક જીવો,અતિ આનંદે છે હરખાય
મળતીપ્રીત માનવતાનીજગે,જીવસદા આનંદેન્હાય
આવે ના કોઇ વ્યાધી જીવે,એજ સાચીશાંન્તિ કહેવાય
.                ………………….અતિની જ્યારે વર્ષા થાય.
આચર કુચર ખાઇ લેતાં,ના પેટને તકલીફથી છટકાય
દેખાવનીઆકેડી વાંચી,જે લબડતાંજીદગીબગડી જાય
અતિપ્રેમમાં વ્યાધીઆવે,ને મોહમાયામાં ફસાઇજવાય
ના છટકે કોઇ માનવી, જેને અશાંન્તિની કેડી મળી જાય
.              …………………….અતિની જ્યારે વર્ષા થાય.

+++++++++++++++++++++++++++++++++++

June 22nd 2012

પડી લાકડી

.                   .પડી લાકડી

તાઃ૨૨/૬/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારીની સાંકળ ન્યારી,જીવને સદાએ જકડી જાય
પડે લાકડી પરમાત્માની,જ્યાં જીવ ઉંધા રસ્તે જાય
.                      ………………સંસારીની સાંકળ ન્યારી.
માનવતાની મહેંક મળે,જ્યાં માનવ થઈને જીવાય
સરળતાના વાદળ વરસે,ના વ્યાધી કોઇ મળીજાય
પરમાત્માની કૃપાની કેડી,સાચી ભક્તિએ મેળવાય
નિર્મળતાને સ્નેહ મળેદેહને,એજ પ્રભુપ્રીત કહેવાય
.                     ……………….સંસારીની સાંકળ ન્યારી.
કળીયુગ કેરી કેડીનાની,ના માનવીથી એ પરખાય
ક્યારે ક્યાં લઈ નાખીદે,એતો સમયે જીવને દેખાય
કર્મનીખોટી રાહમળેત્યાં,કુદરતની લાકડીપડીજાય
દુઃખ સાગરની વર્ષા થાય,ત્યારે જીવને એ સમજાય
.                   …………………સંસારીની સાંકળ ન્યારી.

************************************************

June 21st 2012

સરળતા

.                        .સરળતા

તાઃ૨૧/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવમનને મળે વ્યાધીઓ,ના કોઇથી્ય ગણી શકાય
સરળતાની એક કેડી મળીજાય,જ્યાં ભક્તિ સાચી થાય
.                        …………………માનવમનને મળે વ્યાધીઓ.
કર્મના બંધન જીવને જકડે,અવનીએ દેહોજ મળી જાય
કયો દેહ ક્યારે મળશે ,એ જગતમાંકોઇથી ના સમજાય
મંદીર મસ્જીદની ફરાફરથી,ના જીવથી મુક્તિ મેળવાય
શ્રધ્ધાસાચી રાખતા હૈયે,અંતરથી ભક્તિસાચીમળીજાય
.                        ………………….માનવમનને મળે વ્યાધીઓ.
સત્કર્મોની સરળ છે સીડી,પાવનકર્મના બંધને મેળવાય
સ્વાર્થમોહને માળીએ મુકતાંજ,મુંઝવણો ભાગતી દેખાય
અંતઆવશે દેહનોઅવનીએ,જ્યાંજીવનેજ્યોત મળીજાય
પ્રકાશમળતાં જીવનેઆજન્મે,પ્રભુમોક્ષનાદ્વાર ખોલીજાય
.                         …………………માનવમનને મળે વ્યાધીઓ.

……………………………………………………………

June 21st 2012

ચી.હીમાનો જન્મદીવસ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    ચી.હીમાનો જન્મદીવસ

તાઃ૨૧/૬/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પુર્ણ કરે આશા જીવનની,એ અમારી જન્મદીવસની ભેંટ
જલાસાંઇની કૃપા મળે હીમાને,અંતરથી નીકળે એ વ્હેણ
.                                  ………………..પુર્ણ કરે આશા જીવનની.
સદા સ્નેહ મળે રવિનો,ને મળે અમારા દીલથી આશીર્વાદ
નિર્મળ જીવનમાં સૌનોપ્રેમમળે,ને ઉજ્વળજીવનનો સાથ
અંતરમાં ઉભરે ઉમંગ અમારે,જે હીમાને દઈદે સદાય હેત
તન મન ધનથી સુખી રહે,એ જ અમારા અંતરના આદેશ
.                                 …………………પુર્ણ કરે આશા જીવનની.
સંસ્કારની કેડી મળે જલાસાંઈથી,જે જીવનને દઈ દે મહેંક
પ્રેમ મળે જીવનમાં સૌનો હીમાને,નેઅંતરથી નીકળે સ્નેહ
વર્ષોવર્ષની સરળકેડી મેળવી લે,સુખ શાંન્તિય મળી જાય
આજકાલના સમયની સરળ રાહે,વર્ષોવર્ષ એ જીવી જાય
.                                 ………………….પુર્ણ કરે આશા જીવનની.

*************************************************************
.             મારા પુત્ર ચી.રવિની જીવનસંગી ચી. હિમા નો આજે જન્મદીવસ છે.
સંત પુજ્ય જલાસાંઇને હ્ર્દયથી પ્રાર્થના કે તેને સુખ શાંન્તિ અને ભક્તિ આપી
જીવને સર્વ રીતે પવિત્ર જીવનમાં સુખી રાખે એવા અમારા  આશીર્વાદ છે.

લી.પ્રદીપ,રમા,બહેન દીપલ અને નિશીતકુમારના જય જલારામ,જય સાંઇરામ.

=============================================

Next Page »