June 10th 2012

હૈયાનો આનંદ

.                        .હૈયાનો આનંદ

તાઃ૧૦/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી જીવને મળતાં,સ્વાર્થ મોહ દુર જાય
જીવની આ અજબ ગતીએ,હૈયે અનંત આનંદથાય
.                   ………………..સમજણ સાચી જીવને મળતાં.
માનવદેહની લીલા ન્યારી,કદી આડી અવળી જાય
સૄષ્ટિના નિયમને જોતાં,જીવને કર્મના બંધન થાય
પશુ પ્રાણીના દેહને અવનીએ,ના સંતોષ મળી જાય
અહીંતહીં ફરી ભુખ ભાગતા,હૈયે  આનંદ આવી જાય
.                    ………………..સમજણ સાચી જીવને મળતાં.
લાગણી પ્રેમ તો સૌને સ્પર્શે,ના કોઇ જીવથી છટકાય
નિર્મળભક્તિ પકડીલેતાં,જીવનાશાંન્તિદ્વારખુલી જાય
જન્મ સફળની કેડી મળે,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
મળતાં સહવાસ સંતાનનો,માબાપને હૈયે આનંદથાય
.                    ………………….સમજણ સાચી જીવને મળતાં.

+++++++++++++++++++++++++++++++++++