June 15th 2012

મંદીરના દ્વાર

.                    મંદીરના દ્વાર

તાઃ૧૫/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને,અનંત શાંન્તિ મળી જાય
પામર જીવને સદમાર્ગ મળે,ત્યાં જન્મ સફળથઈ જાય
.                 ………………..પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં જીવ ભક્તિમાર્ગે જાય
સંસારનો સંબંધ સાચવી ચાલતાં,વ્યાધી ના અથડાય
પ્રભુ કૃપાએ લાયકાત જીવની,ત્યાં મંદીર ઘરમાં થાય
જલાસાંઇની મળતાં કૃપા,ઘરમંદીરના દ્વાર ખુલી જાય
.               ………………….પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
ના દાન પેટીના મોહ પ્રભુને,કે ના ટીલા ટપકાના ખેલ
મન વિચારને વાણી સાચવી,ત્યાં મળે શાંન્તિના મહેલ
સમયને સમજી ચાલતા,જીવને મળીજાય પવિત્ર વ્હેણ
આવી આંગણે પરમાત્મા રહે,એજ સાચી ભક્તિની દેણ
.                …………………પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.

++++++++++++++++++++++++++++++++++++

June 15th 2012

સંબંધ

.                        સંબંધ

તાઃ૧૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધની સાંકળ છે ન્યારી,ના કોઇ જીવથી છોડાય
લોહીનો સંબંધ જકડી રાખે,બીજો ક્યારેકછુટી જાય
.                        ………………સંબંધની સાંકળ છે ન્યારી.
જન્મમળે જીવને અવનીએ,જન્મ મરણથીએ સંધાય
માનવદેહ બને અંતીમ જીવનો,જે કર્મબંધને જોડાય
પરમાત્માના પ્રેમને પામતા,મોક્ષ જીવને મળી જાય
જન્મમરણનાસંબંધછુટે,જીવનો ઉધ્ધર થયો કહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.
માબાપની પ્રેમ જ્યોત મળે,ને સંતાન થઈને જીવાય
લોહીની આ કડી એવી ન્યારી,ના કુટુંબમાંથી છટકાય
પ્રેમનાસંબંધમાં જ્યાંકાતરફરે,તો અળગા થઇજવાય
કદી જીવનમાં ના મળે પ્રેમ,જેને કર્મનાબંધનકહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++=