June 25th 2012

પ્રેમની પાંદડી

.                     .પ્રેમની પાંદડી

તાઃ૨૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પેમની એક જ પાંદડી પડતાં,જીવન મહેંકી જાય
શાંન્તિઆવે દોડી જ્યારે,ત્યારે નિર્મળજીવન થાય
.                    ……………….પેમની એક જ પાંદડી પડતાં.
મહેરમળે પરમાત્માની,જ્યાં સાચા સંતને  સહેવાય
માર્ગમળે જીવને અવનીએ,ત્યાં પરખ પ્રભુની થાય
માન અપમાનની માયા ખોટી,જીવથી  ના પકડાય
મળે પ્રેમની એકજ પાંદડી,આજન્મ સફળ થઈજાય
.                  …………………પેમની એક જ પાંદડી પડતાં.
શીતળ સ્નેહ જગતમાં ફરે,જે લાયકાતે મળી જાય
મોહમાયા એતો કાતર એવી,જે જીવન વેડફી જાય
આવીઆંગણે કૃપામળીરહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
નિખાલસ પ્રેમના વાદળે,આ જીંદગી સુધરી જાય
.                 ………………….પેમની એક જ પાંદડી પડતાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 25th 2012

ક્યાં હોય?

.                         ક્યાં હોય?

તાઃ૨૫/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શોધવા દીવો લીધો હાથમાં,જ્યાં મનમાં મુંઝવણ હોય
ક્યારે મળશે ને ક્યાં મળશે,એજ વ્યાધી જીવનમાં હોય
.               ……………….શોધવા દીવો લીધો હાથમાં.
ક્યાં મળે આશીર્વાદ જીવનમાં,એની સમજણ ના હોય
માયા શોધવા નીકળે માનવી,જ્યાં મોહ જ ફરતો હોય
સાચોસ્નેહ નામળી શકે જીવને,જે કળીયુગે રહેતો હોય
નામળે પ્રેમ જીવનમાંય તેને,જ્યાં નાકૃપા પ્રભુની હોય
.             …………………શોધવા દીવો લીધો હાથમાં.
લઈલીધી જ્યાં વાંકીકેડી જીવનમાં,ત્યાં તકલીફો હોય
તિરસ્કારની સાંકળને મેળવતાં,નાકૃપાય મળતી હોય
માનવજીવનસાર્થક બનેદેહનું,જ્યાં ભક્તિ સાચી હોય
મળીજાયછે કૃપા જલાસાંઇની,જ્યાં શ્રધ્ધા ફળતી હોય
.              ………………..શોધવા દીવો લીધો હાથમાં.

=======================================