June 28th 2012

વિદાયની પળ

.                   .વિદાયની પળ

તાઃ૨૮/૬/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો જગમાં જીવ દેહ ઘરી,એ કર્મની કેડી કહેવાય
નાસમજ આવે જગે કોઇને,ક્યારે મળે વિદાયની પળ
.            …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
જીવને વળગે માયા દેહે,જગતમાં નાકોઇથી છટકાય
શાંન્તિનો સહવાસરાખીને,મળતી કેડીએજ છે ચલાય
મળે શાંન્તિ જીવને ત્યારે,જ્યારે દુઃખ દુર ભાગી જાય
દુઃખ દારિદ્રને વિદાય મળતાં,જીવ અવનીએ હરખાય
.             …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
દુઃખનીકેડી ન્યારીજીવનમાં,જ્યાં કર્મ વંદનથી સંધાય
દેહનો સંબંધ એ કુદરતનીકૃપા,જગે સૌને એ સમજાય
સ્નેહાળજીવની માયાલાગતા,વિદાયે દુઃખ અનુભવાય
મુક્તિમાર્ગનીરાહ માગતા પ્રભુથી,જીવનો ઉધ્ધારથાય
.            …………………..આવ્યો જગમાં જીવ દેહ ઘરી.

—-__—-_–__-_—–_—–__—__—___–_—_—-