June 29th 2012

બગડી ગઈ

.                       .બગડી ગઈ

તાઃ૨૯/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હવા લાગી જ્યાં કળીયુગની,ના મારું મન વિચારે કંઈ
સરળતાનોસાથી શોધવાફરતાં,મારીબુધ્ધિ બગડી ગઈ
.                      ……………હવા લાગી જ્યાં કળીયુગની.
દેખાવની દુનીયા અજબ લાગે,ના સમજમાં કંઇ આવે
શોધતા શોધતા જીંદગી વીતે,તોય ના જીવનમાં ફાવે
માયા મોટી કળીયુગની આવે,ના સમજમાં કંઇજ આવે
સમજણનીસાંકળ જ્યાં છુટે,ત્યાંજ તકલીફોદોડતી આવે
.                      …………… હવા લાગી જ્યાં કળીયુગની.
પડે લાકડી બરડે જ્યારે,ત્યારે જ સમજણ આવતી ગઈ
આધી વ્યાધીની સાંકળ મળતાંજ,તકલીફો દેખાતી થઈ
આવીબારણેકળીયુગઉભો જ્યાં,જીવનીજ્યોતબુઝાઇગઈ
દેહનો અંત ના નજીક આવે,જીવનમાં ઝંઝટ વધતી ગઈ
.                   ………………..હવા લાગી જ્યાં કળીયુગની.

+++++++++++++++++++++++++++++++++++++++++