June 17th 2012

બાબાને શરણે

.

.

.

.

.

.

.

.

.

.                .બાબાને શરણે

તાઃ૧૭/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણે તમારે આવ્યો બાબા,દેજો જીવને ભક્તિ પ્રેમ
સદા જીવનમાં સાથે રહીને,કરજો કૃપા મહેર અનેક
.                          ……………..શરણે તમારે આવ્યો બાબા.
ભક્તિપ્રેમની કેડી આપી,શ્રધ્ધા રાખી મનથી મેં એક
મળશે પ્રેમ બાબાનો અમને,એજ જીવનમા મારીટેક
.                          ……………..શરણે તમારે આવ્યો બાબા.
શરણુંતમારું લીધું મનથી,સંતાન સહિત કરીએ પ્રેમ
નિર્મળપ્રેમની વર્ષા કરજો,સદા માગું છું મનથી એમ
.                        ……………….શરણે તમારે આવ્યો બાબા.
કૃપા તમારી અનુભવુ છું,મનને શાંન્તિ મળે છે અનેક
દર્શન કરવા હૈયુ તરસે,આવો બાબા પ્રેમે અમારે ધેર
.                       ………………..શરણે તમારે આવ્યો બાબા.
જીવનેદેજો શક્તિ ભક્તિની,જે તનમને શાંન્તિ દે છેક
જન્મમરણની કેડીછોડી,બાબાખોલજો મુક્તિદ્વાર એક
.                      …………………શરણે તમારે આવ્યો બાબા.
દર્શન કરવા આંખો તરસે,અનુભુતિ હૈયામાં થાય શ્વેત
દેહ ધરેલ અવનીએ બાબા,જોવા મનડુ ચાહે એજ ટેક
.                        ………………..શરણે તમારે આવ્યો બાબા.

+++++++++++++++++++++++++++++++++++++++

June 17th 2012

શિવરાત્રી

 

.

.

.

.

.

.

.

.

.                           શિવરાત્રી

તાઃ૧૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં,મન મારુ હરખાય
શિવરાત્રીનો આનંદ માણતાં,સૌ ભક્તો રાજી થાય
.              …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ૐ નમઃ શિવાયના એક જાપથી,જીવને આનંદ થાય
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,શાંન્તિ સદા મળી જાય
ગજાનંદનીકલમ ચાલતાં,જીવનોજન્મસફળથઈજાય
મોહમાયાની ચાદર છુટતાં,દેહે પાવન કર્મ મળી જાય
.              ………………….પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ભક્તિનો સંગાથ જીવનમાં,જીવની પળે પળ સચવાય
અંતરમાં આનંદ અનેરો ,ના જગતે  ક્યાંયથી મેળવાય
શિવપિતા ને માતા પાર્વતીની,કૃપાએ સ્નેહ મળી જાય
જન્મસફળની કેડીમળતાં,જીવના ભવોભવ સુધરીજાય
.               …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.

=====================================